સુરત શહેરમાં અલગ-અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સગીરાઓનું અપહરણ કરી દુષ્કર્મ આચરવાના ગુનામાં લાંબા સમયથી નાસતા ફરતા અને સજા ભોગવી રહેલા બે અલગ-અલગ આરોપીઓને પોલીસે મહારાષ્ટ્ર તથા ઉત્તરપ્રદેશથી ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે. આ બંને ઘટનાઓમાં પોલીસે સગીરાઓને મુક્ત કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોક્સોના ગુનામાં ફરાર બે આરોપીઓ સકંજામાં:લિંબાયત અને સચીન GIDCના ગુનામાં નાસતા ફરતા બે વોન્ટેડ આરોપીઓ મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશથી ઝડપાયા
📅 Published: October 25, 2026 |
📂 Category: gujarati-news
