લાલ સમુદ્રમાં યમનના ઝુકાર ટાપુ નજીક 14 ભારતીય ખલાસીઓ સવાર વહાણ પર હુમલો કરાયો હતો. 21 ઑક્ટોબરે બનેલી આ ઘટનામાં હુમલા બાદ વહાણમાં ભીષણ આગ ફાટી નીકળી હતી અને વહાણને ભારે નુકસાન પહોંચ્યું હતું. જોકે, સદનસીબે વહાણમાં સવાર તમામ 14 ભારતીય ખલાસીઓને સુરક્ષિત રીતે બચાવી લેવાયા છે. આ 14 ખલાસીઓમાં ગુજરાતના સલાયા તેમજ સિક્કા ગામના વતનીઓનો પણ સમાવેશ થાય છે. હુમલાનો ભોગ બનેલું આ વહાણ સલાલાહ મરીન ટ્રાન્સપોર્ટ કંપની (Salalah Marine Transport Co.) સાથે સંકળાયેલું હતું અને ઓમાનનો ધ્વજ ધરાવતું હતું. આ હુમલો કોણે કર્યો અને તેની પાછળ કોની જવાબદારી છે તે અંગે હાલ ઉચ્ચ સ્તરીય તપાસ ચાલી રહી છે. હાલ આ ખલાસીઓને લાલ સમુદ્રના કિનારે આવેલા હુદૈદાહ વિસ્તારની હોટેલમાં સુરક્ષિત રખાયા છે, જ્યાં તેમને રહેવા, જમવા, કપડાં સહિતની જરૂરી પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે.
Ahmedabad: યમન પાસે વહાણ પર હુમલો : સલાયા અને સિકકાના 14 ખલાસીઓનો આબાદ બચાવ
📅 Published: October 25, 2026 |
📂 Category: Ahmedabad
