અમદાવાદ જિલ્લામાં દસ્કોઈનાં જેતલપુર ગામે નશામુક્ત ભારત અભિયાન તેમજ નર્મદા જિલ્લાના કેવડિયા ખાતેના રાષ્ટ્રીય એકતા દિવસ-2026 કાર્યક્રમ સંદર્ભે નેશનલ મોટરસાઇકલ રેલીનું રવિવારે સવારે આગમન થતા તેનું ભવ્ય સ્વાગત કરાયું હતું. નું ભવ્ય સ્વાગત કાર્યક્રમ યોજાયો. રાષ્ટ્રીય એકતા દિવસ-2026 અન્વયે FIGHT AGAINST DRUGS સંદર્ભે નેશનલ મોટરસાઇકલ રેલી અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાંથી પ્રસાર થઈ હતી. બાઈક રેલીનો સ્વાગત કાર્યક્રમ એમ.પી. પંડયા હાઈસ્કૂલ, જેતલપુર ખાતે રાખવામાં આવ્યો હતો. સદર રેલીનુ સ્વાગત ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક, અમદાવાદ ગ્રામ્ય દ્વારા કરાયું હતું. જ્યારે જેતલપુર સંસ્કૃત ગુરુકુળ વિદ્યાલયના 50 વિદ્યાર્થીઓએ મંત્રોચાર કરી રેલીના વધામણાં કર્યા હતા. આ પ્રસંગે એનએસજીના આઈજી પાઠક, બ્રિગેડિયર અનીલકુમાર જોષી, કર્નલ નવીન રાજન કર્નલ, તેમજ આઈટીબીપીના આઈજી વિનોદકુમાર ડેરીવાલનું અમદાવાદ જિલ્લા ગ્રામ્યના ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક પ્રકાશ પ્રજાપતિ, અસલાલી ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક તપન ડોડીયા સહિતના દ્વારા સ્વાગત કરાયુ હતું. રેલીમાં 100 બાઈકર્સ, બોલેરો જીપ 10, બસ 12 અને ટ્રક 10નો કાફલો જોડાયેલો છે. સ્વાગત કાર્યક્રમ બાદ રેલીનું ખેડા જિલ્લા તરફ પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
Ahmedabad: દસ્ક્રોઈના જેતલપુરમાં નેશનલ બાઈક રેલીનું સ્વાગત
📅 Published: October 25, 2026 |
📂 Category: Ahmedabad
