Vadodara : બંધારણનો આધાર જ સંસ્કૃતિ : સુપ્રીમ કોર્ટના સિનિયર એડવોકેટ જે.સાઇ દિપક

📅 Published: October 25, 2026 | 📂 Category: Baroda

સંસ્કૃતિ પાયો છે અને બંધારણ તેના પર ઊભું થયેલું માળખું છે. જો પાયોજ ન રહેતો માળખું કેવી રીતે ટકી શકે તેવું સુપ્રીમ કોર્ટના સિનિયર એડવોકેટ જે. સાંઇ દિપકે રવિવારે અકોટા ખાતે શ્રી સુધાકર જોષી મેમોરિયલ લેકચર દ્વારા ભારતનું ધાર્મિક બંધારણ વિષય પર યોજાયેલા વ્યાખાનમાં ઉપસ્થિતોને સંબોધતા જણાવ્યું હતું. આ પ્રસંગે જે.સાંઇ દિપકે વધુમાં જણાવ્યું હતુંકે ભારતના બંધારણીય મૂલ્યો અને સાંસ્કૃતિક પરંપરાઓ વચ્ચેનો સંબંધ જાળવવોએ આજના સમયની મહત્વપૂર્ણ જવાબદારી છે. જો સંસ્કૃતિ નબળી પડશે તો બંધારણ પણ નબળું પડશે. જયાં જયાં સંસ્કૃતિનો વિસ્તાર મર્યાદિત થઈ ગયો અથવા સંકોચાતો ગયો ત્યાં ત્યાં બંધારણીય વ્યવસ્થાનો વિસ્તાર પણ સંકોચાતો ગયો જેનું ઉદાહરણ કાશ્મીર અને પૂર્વ ભારત છે. ભારતના બંધારણ અને તેની સંસ્કૃતિક પરંપરાઓ વચ્ચે સંવાદ અને સમન્વય જળવાઇ રહેવો જોઇએ. આપણા મતભેદો અને વિવાદોનો ઉકેલ લાવવા માટે જે બંધારણીય માધ્યમો અને વ્યવસ્થાઓ છે. જો તમે તેમનેજ તોડી નાખશો તો પછી આપણા ઝઘડાનો ઉકેલ કયાં આવશે રસ્તા પર તેવો સવાલ પણ તેમણે કર્યો હતો. તેમને બંધારણ અને સંસ્કૃતિને ફરીથી એકજ દિશામાં લઇ જઇએ અને વચ્ચેનો સંઘર્ષ થતાં અંતર ઓછું કરીએ હું કોઇ પણ સરકાર કે રાજકીય પક્ષનો બચાવ કરવા અહીં આવ્યો નથી મારા સ્વતંત્ર વિચારો છે. જયાં ટિકા જરૂરી હોય ત્યાં ટિકા થવી જોઇએ અને જયાં પ્રસંશા યોગ્ય હોય ત્યાં પ્રશંસા પણ થવી જોઇએ. સત્તામાં કોઇ પણ હોય તેની નીતિગત નિષ્ફળતાઓ માટે તેને જવાબદાર ઠેરવવો જોઇએ પરંતુ હું એ પણ નહીં થવા દઉં કે આ નિષ્ફળતાઓને બહાનું બનાવીને ગેરબંધારણીય રીતે સત્તા પરિવર્તન કરાવવામાં આવે અથવા દેશના બંધારણીય માળખાને તોડી પાડવામાં આવે. આગામી 10 થી 15 વર્ષમાં ભારત સામે અનેક ગંભીર પડકારો ઊભા થઇ શકે છે. જેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલીજન્સ સમગ્ર વ્યવસ્થાને નોંધપાત્ર રીતે અસર કરી શકે છે. તેની અસર રોજગારી પર પણ પડશે નોકરીઓનું સ્વરૂપ બદલાશે. જયારે બેરોજગારની સંખ્યા વધશે. ત્યારે અસંતોષ અને આક્રોશમાં પણ વધારો થશે જે લોકો ભારતની પ્રગતિને નુકસાન પહોંચાડવા માગે છે. તેમને અસંતોષથી ભરેલા લોકો મોટી સંખ્યામાં મળી શકે છે. જેનો ઉપયોગ તેઓ પોતાના હેતુઓ માટે કરી શકે છે. આ પ્રસંગે સુપ્રીમ કોર્ટના ધારાશાસ્ત્રી નચીકેતા જોષીએ પણ સ્વ સુધાકર જોષીના જીવનના પ્રેરક પ્રસંગો વાગોળ્યા હતા. આ પ્રસંગે ચૈતન્ય જોષી અને તુષાર વ્યાસે ઉપસ્થિતોનો આભાર માન્યો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *