ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્મા તેમની જીવનશૈલી અને સ્ટાઇલ માટે હંમેશાં લાઈમલાઈટમાં રહે છે, પરંતુ આ વખતે બંને પોતાની સાદગી અને આધ્યાત્મિક ભાવનાને કારણે સોશિયલ મીડિયા પર છવાયેલા છે. તાજેતરમાં આ દંપતી મુંબઈ ખાતે આયોજિત જાણીતા ભક્તિ સંગીત ગાયક કૃષ્ણા દાસના લાઈવ કીર્તન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન અનુષ્કા શર્મા તાળીઓ વગાડીને મગ્ન થઈ ‘રાધે ગોવિંદા’નો જાપ કરતી જોવા મળી હતી, જ્યારે વિરાટ કોહલી શાંત ચિત્તે ભક્તિ સંગીતની ધૂનમાં લીન થઈ ગયો હતો. આ દિવ્ય પળોનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
આગળની હરોળમાં બેસી લીધો ભજનનો આનંદ
કીર્તન દરમિયાન બંને આગળની હરોળમાં બેઠેલા નજરે પડ્યા હતા. બ્લેક ટી-શર્ટમાં સજ્જ વિરાટ કોહલી ખૂબ જ શાંતિપૂર્વક ભજનો સાંભળી રહ્યો હતો, જ્યારે અનુષ્કાના ચહેરા પર ભક્તિભાવ અને પ્રસન્નતા સ્પષ્ટ છલકાઈ રહી હતી. ગ્લેમરસ દુનિયાથી દૂર આ સેલિબ્રિટી કપલનો આધ્યાત્મિક અને સાદો અંદાજ ચાહકોના દિલ જીતી રહ્યો છે.
<a href="
==” target=”_blank”>
==
અનુષ્કાના અનારકલી સૂટની કિંમત કેટલી?
અનુષ્કા શર્માએ આ કાર્યક્રમ માટે ‘Place the Dot’ બ્રાન્ડનો ‘ઘૂમર અનારકલી મલબરી સેટ’ પહેર્યો હતો. અહેવાલો અનુસાર, આ સૂટની કિંમત આશરે ₹10,900 છે. તેની સાથે મેળ ખાતા દુપટ્ટાએ તેના દેખાવને વધુ આકર્ષક બનાવ્યો હતો.ઘેરા રંગના આ અનારકલી સૂટમાં અનુષ્કા સુંદર દેખાતી હતી. ખાસ વાત એ છે કે તેણે ભારે ડિઝાઇનવાળા કપડાંને બદલે સાદા પોશાકની પસંદગી કરી હતી. આ રીતે તેણે પરંપરાગત કપડાંમાં પણ સાદગીથી આકર્ષક દેખાઈ શકાય છે તે બતાવ્યું હતું.
હળવા મેકઅપ અને નાની બિંદીએ લુકને બનાવ્યો ખાસ
અનુષ્કાએ પોતાના પરંપરાગત દેખાવને પૂર્ણ કરવા માટે હળવો મેકઅપ કર્યો હતો. ખુલ્લા વાળ અને કપાળ પર નાની બિંદીએ તેના લુકને વધુ સુંદર બનાવ્યો હતો. તેણે વધારે શણગાર કર્યા વિના સાદા અંદાજને પ્રાથમિકતા આપી હતી.વિરાટ અને અનુષ્કાનો આ ભક્તિમય અંદાજ ચાહકોમાં ચર્ચાઈ રહ્યો છે. એક તરફ વિરાટ શાંતિથી ભજન સાંભળતો જોવા મળ્યો, તો બીજી તરફ અનુષ્કા ભજન સાથે તાલ મિલાવતી અને ‘રાધે ગોવિંદા’નો જાપ કરતી જોવા મળી હતી. બંનેનો આ વીડિયો ફરી એકવાર સોશિયલ મીડિયા પર લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે.
આ પણ વાંચો – Shadab Khanનો ઐતિહાસિક ધમાકો !અણનમ સદી ફટકારી રચ્યો અનોખો રેકોર્ડ
