મહેસાણા તાલુકાના બોદલા ગામે એલસીબી પોલીસે વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કરી ક્રેટા કારમાંથી 51 પેટી દારૂની 1,800 બોટલ/ટીન (531.36 લીટર) કિંમત રૂ. 4.47 લાખનો જથ્થો ઝડપી પાડ્યો હતો. કામલપુર તરફથી બોદલા ગામે આવી રહેલી ક્રેટા કારનો પોલીસે પીછો કરતાં ચાલક તળાવ નજીક કાર મૂકીને અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો. તપાસમાં કાર પર ખોટી નંબર પ્લેટ હોવાનું સામે આવ્યું હતું. પોલીસે રૂ. 10 લાખની કાર અને દારૂ સહિત કુલ રૂ. 14.47 લાખનો મુદ્દામાલ કબજે કરી ફરાર ચાલક સામે મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નુગર બાયપાસથી નીકળી બોદલા ગામે વોચ ગોઠવી
જિલ્લામાં પ્રોહીબિશન તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર કડક વોચ રાખી કાયદેસરની કાર્યવાહી કરવા આપેલી ખાસ સૂચનાના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચ મહેસાણાના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. કામળીયાની આગેવાનીમાં ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.દરમિયાન, પી.આઈ. એ.એમ. કામળીયાને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, કામલપુર તરફથી બોદલા ગામ તરફ એક સફેદ કલરની ક્રેટા ગાડી (નંબર GJ.01.HK.2406) આવી રહી છે, જેમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ભરેલો છે. આ બાતમીના આધારે પી.એસ.આઈ. એ.ડી. કાકરેચા અને એલ.સી.બી. સ્ટાફના માણસોએ પંચોને સાથે રાખી નુગર બાયપાસથી નીકળી બોદલા ગામે વોચ ગોઠવી હતી. તળાવ નજીક રસ્તા વચ્ચે જ ગાડી મૂકીને ચાલક ફરાર
બાતમી વાળી ક્રેટા ગાડી આવતા જ પોલીસે તેનો પીછો કર્યો હતો. પોલીસને પાછળ પડેલી જોઈ ગાડીના ચાલકે બોદલા ગામના અંદરના રસ્તાઓ પર ગાડી હંકારી હતી. ત્યારબાદ ગામ બહાર આવેલા તળાવ નજીક રસ્તા વચ્ચે જ ગાડી મૂકીને ચાલક અંધારાનો લાભ ઉઠાવીને ત્યાંથી ભાગી છૂટ્યો હતો. ક્રેટામાંથી 51 પેટીઓ દારૂની મળી આવી
પોલીસે ઘટનાસ્થળે પહોંચી ગાડીની તપાસ કરતા અને તેના એન્જિન તથા ચેસિસ નંબર આધારે ચકાસણી કરતા ગાડી પર લગાવેલી નંબર પ્લેટ ખોટી હોવાનું બહાર આવ્યું હતું. ગાડીની અંદરથી અન્ય એક નંબર પ્લેટ (GJ.08.DP.4163) પણ મળી આવી હતી. ક્રેટા કારની તલાશી લેતાં તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 51 પેટીઓ (1800 બોટલ/ટીન, કુલ 531.36 લીટર) મળી આવી હતી, જેની કિંમત 4,47,028 થાય છે. પોલીસે રૂ10,00,000ની કિંમતની ક્રેટા કાર તથા દારૂનો જથ્થો મળીને કુલ 14,47,028 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસે ફરાર ચાલકની શોધખોળ શરૂ કરી
ગાડીનો ચાલક અંધારામાં ફરાર થઈ ગયો હોવાથી મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન એક્ટની વિવિધ કલમો (65-એ, 65-ઈ, 98(2), 116-બી) તેમજ ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 340(2) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે ફરાર ચાલકની શોધખોળ હાથ ધરી આગળની તપાસ શરૂ કરી છે.
બોદલા ગામ પાસેથી વિદેશી દારૂ ભરેલી ક્રેટા ઝડપાઈ:ખોટી નંબર પ્લેટ સાથે 14.47 લાખનો મુદ્દામાલ જપ્ત, ચાલક ફરાર, મહેસાણા એલસીબીની કાર્યવાહી
📅 Published: October 26, 2026 |
📂 Category: gujarati-news
