Kevin Pietersenએ PM મોદીનાં કર્યા ભરપૂર વખાણ! કહી આ મોટી વાત

📅 Published: October 26, 2026 | 📂 Category: cricket

ઇંગ્લેન્ડના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર કેવિન પીટરસને ભારતના વધતા વૈશ્વિક પ્રભાવ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ દેશમાં આવેલા ઐતિહાસિક બદલાવની મુક્ત કંઠે પ્રશંસા કરી છે. સરકારના વડા તરીકે નરેન્દ્ર મોદીના શાસનકાળના 25 વર્ષ પૂર્ણ થવાના અવસર પર પીટરસને એક અખબારમાં ખાસ લેખ લખીને 2003થી લઈને અત્યાર સુધીના ભારતના બદલાતા સ્વરૂપ અંગે પોતાના અનુભવો શેર કર્યા છે

’25 વર્ષનું નેતૃત્વ ક્રિકેટ કરિયર કરતાં પણ મોટું’

પીટરસને પોતાના લેખમાં ઉલ્લેખ કર્યો કે તેઓ પ્રથમ વખત 2003માં ભારત આવ્યા હતા. તે સમયે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે બે વર્ષ પૂર્ણ કરી ચૂક્યા હતા. પીટરસને લોકશાહીમાં આટલા લાંબા કાર્યકાળની તુલના ક્રિકેટ સાથે કરતાં જણાવ્યું કે સરકારના વડા તરીકે 25 વર્ષ સુધી સતત લોકસેવા કરવી એ એક આખી ક્રિકેટ કારકિર્દી કરતાં પણ મોટો અને અભૂતપૂર્વ સમયગાળો છે.

ભારતીયોનો નવો આત્મવિશ્વાસ અને ક્રિકેટ કલ્ચર

2003ની સરખામણીએ આજનું ભારત પોતાની ક્ષમતાનો પૂરેપૂરો ઉપયોગ કરી રહ્યું છે અને યુવાનો મોટા લક્ષ્યો નક્કી કરી રહ્યા છે ક્રિકેટનું ઉદાહરણ આપતાં તેમણે લખ્યું કે પહેલાં ભારત અમુક સ્ટાર ખેલાડીઓ પર નિર્ભર રહેતું હતું, જ્યારે આજે ભારતીય ક્રિકેટમાં એવી ઊંડાઈ આવી છે કે ટીમમાં પસંદ ન થયેલા ખેલાડીઓની અલગ ટીમ પણ દુનિયાની કોઈપણ ટોપ ટીમને હરાવી શકે છે.

માળખાકીય વિકાસ, ફિટ ઇન્ડિયા અને યોગ

પીટરસને ભારતના આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વૈશ્વિક ઓળખનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે એરપોર્ટ્સ,એક્સપ્રેસવે, મેટ્રો નેટવર્ક અને ડિજિટલ પેમેન્ટ્સે ભારતનું ચિત્ર બદલી નાખ્યું છે. પહેલાં વિદેશમાં લોકો ભારતની ગરમી અને ભીડની વાત કરતા હતા, જ્યારે આજે વિશ્વ ભારતના સ્ટાર્ટઅપ્સ, ચંદ્રયાન મિશન અને વેક્સિન મૈત્રીની ચર્ચા કરે છે. સાથે જ, તેમણે ‘ફિટ ઇન્ડિયા’ મુવમેન્ટ અને પીએમ મોદીના યોગ પ્રત્યેના પ્રેમને દેશમાં સ્પોર્ટ્સ કલ્ચર મજબૂત કરવાનું મુખ્ય પરિબળ ગણાવ્યું હતું.

વન્યજીવોના સંરક્ષણમાં PM મોદીની રુચિનો ઉલ્લેખ

કાઝીરંગામાં એકશિંગી ગેંડાનું સંરક્ષણ અને ગુજરાતમાં એશિયાઈ સિંહોની જાળવણીના પ્રયાસો પ્રશંસનીય છે.પીએમ મોદી સાથે થયેલી અંગત મુલાકાતોને યાદ કરતાં પીટરસને જણાવ્યું કે ભારતમાં ચિત્તાઓનું પુનઃસ્થાપન અને બિગ કેટ એલાયન્સ જેવા વૈશ્વિક પ્રયાસો દર્શાવે છે કે વડાપ્રધાન વન્યજીવ સંરક્ષણ પ્રત્યે કેટલા ગંભીર છે.2003થી શરૂ થયેલી ભારત સાથેની સફરનો ઉલ્લેખ કરતાં પીટરસને જણાવ્યું કે દેશની દરેક મુલાકાતે તેમનો ભારત પ્રત્યેનો પ્રેમ વધુ ગાઢ બનાવ્યો છે.

આ પણ વાંચો – Jasprit Bumrahની થશે વાપસી, BCCIના નિવેદનથી મળ્યા સંકેત


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *