Jasprit Bumrahની થશે વાપસી, BCCIના નિવેદનથી મળ્યા સંકેત

📅 Published: October 26, 2026 | 📂 Category: cricket

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે આગામી ન્યૂઝીલેન્ડ પ્રવાસ અને ટેસ્ટ શ્રેણીને ધ્યાનમાં રાખીને પોતાની કમર કસી લીધી છે. બેંગલુરુ સ્થિત BCCIના સેન્ટર ઑફ એક્સેલન્સ ખાતે પહોંચીને બુમરાહે નિયમિત ફિટનેસ રૂટિન અને નેટ્સ પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં પહોંચવાની ભારતની આશાઓ માટે આ ટેસ્ટ શ્રેણી અત્યંત નિર્ણાયક સાબિત થવાની છે, જેમાં બુમરાહની ભૂમિકા સૌથી મહત્ત્વપૂર્ણ રહેશે.

ટેસ્ટ પર સંપૂર્ણ ફોકસ: વનડેમાં આરામ

ટેસ્ટ ક્રિકેટમાં વર્કલોડ મેનેજમેન્ટ અને બોલિંગ ફિટનેસ જળવાઈ રહે તે હેતુથી બુમરાહને વનડે શ્રેણીમાંથી આરામ આપવામાં આવ્યો હોવાના અહેવાલ છે. સેન્ટર ઑફ એક્સેલન્સ ખાતે તેની બોલિંગ લય, રિધમ અને ફિટનેસ પર સ્પેશિયલ મેડિકલ ટીમ સતત નજર રાખી રહી છે, જેથી તે કિવી ધરતી પર પોતાની ગતિ અને ધારદાર યોર્કરથી વિરોધીઓને પરેશાન કરી શકે.

ઇન્ડિયા એ તરફથી મેચ પ્રેક્ટિસ મેળવવાની શક્યતા

મેચ ફિટનેસ મેળવવા માટે બુમરાહ ન્યૂઝીલેન્ડમાં મુખ્ય ટેસ્ટ શ્રેણી શરૂ થાય તે પહેલાં ઇન્ડિયા એ તરફથી બિનસત્તાવાર ટેસ્ટ મેચમાં પણ મેદાનમાં ઉતરી શકે છે. મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણા જેવા ઝડપી બોલરો સાથે મળીને તે ભારતીય પેસ આક્રમણની આગેવાની કરશે.ફાઇનલની દોડમાં રહેવા માટે ભારતે ન્યૂઝીલેન્ડ સામે 2-0થી શ્રેણી જીતવી જરૂરી છે. જોકે, ફાઇનલમાં પહોંચવાનું સમીકરણ અન્ય ટીમોના પરિણામો અને પોઇન્ટ ટકાવારી પર પણ આધારિત હોઈ શકે છે.ટેસ્ટ શ્રેણીની તૈયારીને ધ્યાનમાં રાખીને છેલ્લી બે વનડે મેચમાં કેટલાક ટેસ્ટ ખેલાડીઓને આરામ આપવામાં આવી શકે છે. કે.એલ. રાહુલ, અંશુલ કંબોજ અને પ્રસિદ્ધ કૃષ્ણા અંગે પણ ફેરફારોની ચર્ચા છે.

શુભમન ગિલ અને ગંભીર માટે અગ્નિપરીક્ષા

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પ્રવેશવાની રેસમાં ટકી રહેવા માટે કેપ્ટન શુભમન ગિલ અને હેડ કોચ ગૌતમ ગંભીર માટે ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણી જીતવી અનિવાર્ય છે

ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી માટે ભારતીય ટીમ

શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કે.એલ. રાહુલ, દેવદત્ત પડિક્કલ, ઋષભ પંત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, અંશુલ કંબોજ, જસપ્રીત બુમરાહ, પ્રસિદ્ધ કૃષ્ણા, આકાશદીપ, સાઈ સુદર્શન, નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ અને મોહમ્મદ સિરાજ

આ પણ વાંચો – Pakistanની ટીમમાં મોટો ઉલટફેર! સેમ અયૂબની છુટ્ટી, આ ખેલાડીને મળી તક


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *