Ahmedabad News : બે માસૂમ જીવ ગયા છતાં પોલીસ ફરિયાદ કેમ નહીં? AMC ના બેદરકાર અધિકારીઓને કોણ છાવરી રહ્યું છે?

📅 Published: October 27, 2026 | 📂 Category: Ahmedabad

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) સંચાલિત સોલા વિસ્તારના Sewage Treatment Plant (STP) ખાતે એક કાળજું કંપાવનારી દુર્ઘટના સામે આવી છે. પ્લાન્ટમાં વેલ્ડીંગ અને સમારકામની કામગીરી દરમિયાન અચાનક ઝેરી ગેસનું ગળતર થતાં સાઇટ ઇન્ચાર્જ અને વેલ્ડરે પોતાનો જીવ ગુમાવ્યો છે. પ્રાથમિક તપાસમાં વેલ્ડીંગ સમયે સુરક્ષાના પૂરતા સાધનો (Safety Gear) ના અભાવ અને ગંભીર બેદરકારીના કારણે આ કરુણાંતિકા સર્જાઈ હોવાનું બહાર આવ્યું છે.

મૃતકોના પરિવારોને 25-25 લાખનું વળતર

આ ગંભીર બનાવ બાદ શાસક પક્ષ અને AMC વહીવટી તંત્ર દ્વારા મૃતકોના આશ્રિત પરિવારોને રૂ. 25-25 લાખની આર્થિક સહાય ચૂકવવાની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત કામગીરીમાં બેદરકારી દાખવનાર HNB એન્જિનિયર્સ એજન્સીને રૂ. 3.50 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. જોકે, આટલી મોટી દુર્ઘટના ઘટી હોવા છતાં અજાણ્યા કે જવાબદાર અધિકારીઓ સામે હજુ સુધી કોઈ સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધવામાં આવી નથી, જેને લઈને તંત્રની નીતિ-રીતિ સામે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે.

દુર્ઘટના છતાં સુરક્ષાના ધજાગરા, પ્લાન્ટ પર લોકો માટે બિન્દાસ એન્ટ્રી

સૌથી ચોંકાવનારી બાબત એ છે કે 2 લોકોના મોત થયા હોવા છતાં સોલા STP પ્લાન્ટ ખાતે હજુ પણ બેદરકારીના દ્રશ્યો કેમેરામાં કેદ થઈ રહ્યા છે. પ્લાન્ટ પર સામાન્ય નાગરિકોના પ્રવેશ પર સખત પ્રતિબંધ હોવા છતાં લોકો ત્યાં ‘પ્રવાસન સ્થળ’ ની જેમ મુક્તપણે ફરી રહ્યા છે. સુરક્ષાના નિયમોના સરેઆમ ધજાગરા ઉડી રહ્યા છે ત્યારે સવાલ એ ઉઠે છે કે બેદરકાર અધિકારીઓ અને જવાબદારોને કોણ છાવરી રહ્યું છે?

આ પણ વાંચો : Ahmedabad News : ગુજરાત પોલીસનું ‘ઓપરેશન લંગડા’ સુપર હિટ, છેલ્લા 2 વર્ષમાં 21 આરોપીઓ પર ફાયરિંગ, ગુનેગારોમાં ભારે ફફડાટ!


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *