ધારો કે, સવારે ઊંઘ ઊઘડી. તમે આળસ મરડી ને પથારીમાંથી ઊતરીને દિવસની શરૂઆત કરવા જમીન પર પગ મૂક્યો. પરંતુ પહેલું પગલું ભરતાં જ એડીમાં સોય ભોંકાય તેવો તીવ્ર દુખાવો અનુભવાયો. જો આ દુખાવો લગભગ દરરોજ સવારે થતો હોય અથવા થોડાં પગલાં ચાલ્યા પછી પગના તળિયામાં ખેંચાણ થવા લાગે, તો તેની પાછળ પ્લાન્ટર ફેશિયાઇટિસ હોઈ શકે છે. આ સ્થિતિમાં પગના તળિયામાં એડીથી લઈને પગના અંગૂઠા સુધી ફેલાયેલા પેશીબંધ (પ્લાન્ટર ફેશિયા) પર વધુ દબાણ પડવાથી દુખાવો અને સોજો થાય છે. ગંભીર કિસ્સાઓમાં તેના કારણે ચાલવું-ફરવું મુશ્કેલ બની શકે છે. પિયર-રિવ્યૂ મેડિકલ જર્નલ ‘અમેરિકન ફેમિલી ફિઝિશિયન’ અનુસાર, લગભગ દર 10માંથી 1 વ્યક્તિને જીવનમાં ક્યારેક ને ક્યારેક આ સમસ્યા થાય છે. આથી આજે ‘ફિઝિકલ હેલ્થ’માં પ્લાન્ટર ફેશિયાઇટિસ વિશે વાત કરીશું. સાથે જ જાણીશું કે- નિષ્ણાત– ડૉ. મિહિર થાનવી, કન્સલ્ટન્ટ, ઓર્થોપેડિક્સ એન્ડ સ્પાઇન, અપોલો સ્પેક્ટ્રા હોસ્પિટલ, જયપુર સવાલ- કેટલાક લોકોને સવારે ઊઠ્યા પછી એડીઓમાં તીવ્ર દુખાવો થાય છે? તેનું કારણ શું છે? જવાબ- તેનું સૌથી સામાન્ય કારણ ‘પ્લાન્ટર ફેશિયાઇટિસ’ છે. તેમાં આખી રાત આરામ કર્યા પછી પગના તળિયાની નસ પર અચાનક ખેંચાણ પડવાથી દુખાવો થાય છે. સવાલ- પ્લાન્ટર ફેશિયાઇટિસ વિશે વિગતવાર જણાવો? જવાબ- તેને મુદ્દાઓ દ્વારા સમજો- સવાલ- પ્લાન્ટર ફેશિયાઇટિસ શા માટે થાય છે? જવાબ- તેની પાછળ અનેક કારણો હોઈ શકે છે. બધા કારણો ગ્રાફિકમાં જુઓ- સવાલ- પ્લાન્ટર ફેશિયાઇટિસનાં શરૂઆતનાં લક્ષણો શું છે? જવાબ- તેની શરૂઆત ઘણીવાર સવારે ઊઠ્યા પછી એડીમાં દુખાવાથી થાય છે. સામાન્ય રીતે પહેલું પગલું ભરતી વખતે આ દુખાવો સૌથી વધુ અનુભવાય છે. લાંબા સમય સુધી ઊભા રહેવાથી અથવા ચાલવાથી પણ દુખાવો વધી શકે છે. બધા સંકેતો ગ્રાફિકમાં જુઓ- સવાલ- શું એવું પણ બની શકે કે કોઈને પ્લાન્ટર ફેશિયાઇટિસ હોય અને તેના કોઈ લક્ષણો ન દેખાય? જવાબ- હા, કેટલાક લોકોમાં પ્લાન્ટર ફેશિયામાં ફેરફાર થયા હોવા છતાં શરૂઆતમાં દુખાવો અથવા કોઈ સ્પષ્ટ લક્ષણો અનુભવાતા નથી. ઘણી વખત સમસ્યા વધ્યા પછી જ તેના લક્ષણો સામે આવે છે. સવાલ- કયા લક્ષણોમાં તરત ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ? જવાબ- આ સ્થિતિઓમાં ડૉક્ટરનો સંપર્ક કરો- સવાલ- એડીના સામાન્ય દુખાવા અને પ્લાન્ટર ફેશિયાઇટિસમાં શું તફાવત છે? જવાબ- તેને મુદ્દાઓ દ્વારા સમજો- સામાન્ય દુખાવો પ્લાન્ટર ફેશિયાઇટિસ સવાલ- પ્લાન્ટર ફેશિયાઇટિસનું જોખમ કોને વધારે હોય છે? જવાબ- કેટલાક લોકોમાં તેનું જોખમ અન્ય લોકોની સરખામણીમાં વધારે હોય છે. ગ્રાફિકમાં જુઓ- સવાલ- આપણી કઈ આદતો પ્લાન્ટર ફેશિયાઇટિસનું જોખમ વધારે છે? જવાબ- રોજિંદી કેટલીક આદતો પગ પર જરૂરિયાત કરતાં વધુ દબાણ લાવે છે. તેનાથી પ્લાન્ટર ફેશિયાઇટિસનું જોખમ વધે છે- સવાલ- પ્લાન્ટર ફેશિયાઇટિસમાં કઈ સાવચેતીઓ રાખવી જોઈએ? જવાબ- દર્દ અને પગ પર પડતા દબાણને ઘટાડવા માટે રોજિંદા જીવનમાં કેટલીક સાવચેતીઓ રાખવી જરૂરી છે. તેને ગ્રાફિકમાં જુઓ- સવાલ- પ્લાન્ટર ફેશિયાઇટિસથી બચવા માટે કઈ બાબતોનું ધ્યાન રાખવું? જવાબ- તેનાથી બચાવ પગ પર પડતા બિનજરૂરી દબાણને ઓછું કરવા અને તેની સંભાળ રાખવા પર આધારિત છે. ગ્રાફિકમાં પ્લાન્ટર ફેશિયાઇટિસથી બચવાના ઉપાયો જુઓ- સવાલ- પ્લાન્ટર ફેશિયાઇટિસની સારવાર શું છે? જવાબ- સારવારનો હેતુ દુખાવો ઓછો કરવો, સોજો ઘટાડવો અને પ્લાન્ટર ફેશિયા પર પડતું દબાણ ઓછું કરવું હોય છે. આ માટે ડૉક્ટર સામાન્ય રીતે- સવાલ- પ્લાન્ટર ફેશિયાઇટિસમાં કઈ કસરતો ફાયદાકારક છે? જવાબ- પ્લાન્ટર ફેશિયા અને પિંડળીના સ્નાયુઓને સ્ટ્રેચ કરતી કેટલીક કસરતો ફાયદાકારક થઈ શકે છે, જેમ કે- કાફ સ્ટ્રેચ ટોવેલ સ્ટ્રેચ ટો સ્ટ્રેચ પ્લાન્ટર ફેશિયા સ્ટ્રેચ ટેનિસ બૉલથી પગનો રોલ પાણીની બોટલ ફેરવવી પ્લાન્ટર ફેશિયાઇટિસ સાથે જોડાયેલા સામાન્ય પ્રશ્નો અને જવાબો પ્રશ્ન- પ્લાન્ટર ફેશિયાઇટિસ ઠીક થવામાં કેટલો સમય લાગે છે? જવાબ- મોટાભાગના લોકોમાં થોડા મહિનામાં ધીમે-ધીમે સુધારો થાય છે. કેટલાક કિસ્સાઓમાં વધુ સમય લાગી શકે છે. સવાલ- શું સાજા થયા પછી આ ફરીથી થઈ શકે છે? જવાબ- હા, જો પગ પર વધુ દબાણ પડે અથવા જોખમ વધારતી આદતો ચાલુ રહે તો આ ફરીથી થઈ શકે છે. સવાલ- શું માત્ર આરામ કરવાથી આ ઠીક થઈ જાય છે? જવાબ- માત્ર આરામ પૂરતો હોતો નથી. સ્ટ્રેચિંગ, યોગ્ય ફૂટવેર અને જરૂરિયાત મુજબ અન્ય સારવારની જરૂર પડે છે. સવાલ- શું આ બીમારીમાં લોકો ચાલી કે દોડી શકતા નથી? જવાબ- એવું જરૂરી નથી. જોકે દુખાવાને કારણે ચાલવામાં અને દોડવામાં તકલીફ થઈ શકે છે. સવાલ- શું પગની માલિશથી રાહત મળી શકે છે? જવાબ- હા, હળવા માલિશથી કેટલાક લોકોને દુખાવા અને તળિયાના ખેંચાણમાં અસ્થાયી રાહત મળી શકે છે. ******************* ગ્રાફિક્સ- વિપુલ શર્મા
સવારે પહેલું પગલું મૂકતાં જ એડીમાં દુખાવો થાય છે!:પ્લાન્ટર ફેશિયાઇટિસ હોઈ શકે, ડૉક્ટર પાસેથી જાણો તેના કારણો, લક્ષણો અને બચાવના ઉપાયો
📅 Published: October 28, 2026 |
📂 Category: Lifestyle
