'ફ્રી ફાયર' ગેમ રમી સગીરાનું અપહરણ કરી આસામ લઈ જવાઈ:જામનગર 'એ' ડિવિઝન પોલીસે લોકેશન ટ્રેસ કરી આરોપીને દબોચ્યો, અપહૃતને મુક્ત કરાવી, પોક્સો હેઠળ ગુનો

📅 Published: October 28, 2026 | 📂 Category: gujarati-news

ઓનલાઈન મોબાઈલ ગેમ ‘ફ્રી ફાયર’ના માધ્યમથી સગીરા સાથે સંપર્ક કેળવી તેનું અપહરણ કરાયું હતું. આરોપીને જામનગર સિટી ‘એ’ ડિવિઝન પોલીસે બાતમી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે છેક આસામ રાજ્યમાંથી ઝડપી લીધો છે. પોલીસે અપહૃત સગીરાને સુરક્ષિત મુક્ત કરાવી તેના પરિવારજનોને સોંપી છે. બસ સ્ટેન્ડ પરથી થઈ હતી ગુમ
ગત તારીખ 08 ઓક્ટોબરે જામનગર સેન્ટ્રલ એસ.ટી. બસ સ્ટેન્ડ ખાતેથી સગીરા ગુમ થઈ હોવાની ફરિયાદ પરિવારે નોંધાવી હતી. આ અંગે જામનગર સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અપહરણનો ગુનો નોંધી ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. ટેકનિકલ એનાલિસિસથી આસામનું લોકેશન મળ્યું
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ ટીમો દ્વારા બસ સ્ટેન્ડ અને આસપાસના સીસીટીવી (CCTV) ફૂટેજની ચકાસણી કરવામાં આવી હતી. હ્યુમન સોર્સ અને ટેકનિકલ એનાલિસિસ મારફતે વિશ્લેષણ કરતા બાળાનું લોકેશન આસામ રાજ્યના બોંગાઈગાંવ જિલ્લાના જોગીઘોપા ગામે ટ્રેસ થયું હતું. તપાસમાં સામે આવ્યું હતું કે, ઓનલાઈન ગેમિંગ એપ ‘ફ્રી ફાયર’ દ્વારા આરોપી બાળાના સંપર્કમાં આવ્યો હતો અને તેને લલચાવી-ફોસલાવી અપહરણ કરી ગયો હતો. સગીરા સુરક્ષિત મુક્ત, આરોપી વિરુદ્ધ પોક્સો હેઠળ ગુનો
લોકેશન મળતા જ જામનગર પોલીસની વિશેષ ટીમ તાત્કાલિક આસામ રવાના કરવામાં આવી હતી. સ્થાનિક સ્તરે સંકલન સાધી પોલીસે સફળ રેડ પાડી સગીરાને ૨૪ વર્ષીય આરોપીના કબજામાંથી હેમખેમ મુક્ત કરાવી હતી. ત્યારબાદ સગીરાને જામનગર લાવી તેના વાલીવારસોને સુપરત કરવામાં આવી છે. પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS)-2023 તેમજ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ (POCSO) એક્ટ-2012ની વિવિધ કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ આગળ ધપાવી છે. પોલીસની વિશેષ અપીલ
ઓનલાઈન ગેમિંગ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર અજાણ્યા વ્યક્તિઓ સાથે સંપર્ક કરતી વખતે વાલીઓએ બાળકોની ઓનલાઈન પ્રવૃત્તિઓ પર વિશેષ ધ્યાન રાખવું અનિવાર્ય છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *