સુરેન્દ્રનગરમાં IG નિર્લિપ્ત રાયનું વાર્ષિક ઇન્સ્પેક્શન, પોલીસ કામગીરી વખાણી:ક્રાઇમ કોન્ફરન્સમાં જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ સહિતના અધિકારીઓ હાજર રહ્યા

📅 Published: October 28, 2026 | 📂 Category: gujarati-news

રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાયે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસનું વાર્ષિક ઇન્સ્પેક્શન કર્યું. આ અંતર્ગત પોલીસ કોન્ફરન્સ હોલ ખાતે ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ. જેમાં જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા. કોન્ફરન્સમાં કાયદો અને વ્યવસ્થા, ગુનાખોરી નિયંત્રણ અને પોલીસની કામગીરીની સમીક્ષા થઈ. IG રાયે જિલ્લા પોલીસની પ્રજાલક્ષી કામગીરીની પ્રશંસા કરી. નાગરિકોને સમયસર ન્યાય મળે તે દિશામાં કામગીરી ચાલુ રાખવા માર્ગદર્શન આપ્યું. ઇન્સ્પેક્શન દરમિયાન, IG રાયે સુરેન્દ્રનગરની મુખ્ય સબજેલની અચાનક મુલાકાત લીધી. તેમણે જેલ સુરક્ષા અને પ્રતિબંધિત વસ્તુઓ અટકાવવાની સમીક્ષા કરી. સુરક્ષા મજબૂત કરવા અને કેદીઓના બહારથી આવતા ટિફિન તાત્કાલિક બંધ કરવાનો આદેશ આપ્યો. IG દ્વારા સિટી એ-ડિવિઝન પોલીસ સ્ટેશનની પણ મુલાકાત લેવાઈ. અહીં નોંધાયેલા ગુનાઓ અને તપાસની સમીક્ષા કરાઈ. અધિકારીઓને કાયદાનું કડક પાલન કરવા અને ગુનાઓ પર નિયંત્રણ રાખવા સૂચના અપાઈ.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *