ગુજરાતમાં ભ્રષ્ટાચાર અને વહીવટી ગેરરીતિઓ સામેની કાર્યવાહી અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા ઓપરેશન ગંગાજળ હેઠળ વધુ બે ઉચ્ચ અધિકારીને ફરજિયાત નિવૃત્ત કરવામાં આવ્યા છે. બોટાદ જિલ્લાના રાણપુરના તાલુકા વિકાસ અધિકારી (TDO) એચ. એફ. ભુવાત્રા અને ભાવનગરના શિહોરના અધિકારી એમ. બી. રાવ સામે કાર્યવાહી કરાઈ છે. પંચાયત વિભાગના આ બંને અધિકારીઓ સામે કાર્યવાહી કરાતા સરકારી તંત્રમાં ફરી ચર્ચા શરૂ થઈ છે. એક અધિકારી સામે તપાસ ચાલુ રહેશે
આ કાર્યવાહી વચ્ચે ભાવનગરના શિહોરના TDO એમ. બી. રાવ સામે તપાસ ચાલુ રાખવામાં આવશે. ગઈકાલે પણ બે અધિકારીઓ સામે કાર્યવાહી
ઓપરેશન ગંગાજળ હેઠળ અધિકારીઓ સામે કાર્યવાહીનો સિલસિલો સતત ચાલુ છે. ગઈકાલે પણ બે અધિકારીઓને ફરજિયાત નિવૃત્ત કરવામાં આવ્યા હતા. હવે વધુ બે અધિકારીઓ સામે પગલાં લેવાતાં આ અભિયાન વધુ તેજ બન્યું છે. આ પણ વાંચો…સફાઈ કામદાર વિકાસ નિગમના એમડી સહિત બે અધિકારી ઘર ભેગા, IPS જગદીશ પટેલનો ટૂંક સમયમાં વારો
અત્યાર સુધીમાં અંદાજે 89 અધિકારીઓ સામે કાર્યવાહી
રાજ્યમાં ઓપરેશન ગંગાજળ હેઠળ અત્યાર સુધીમાં અંદાજે 89 જેટલા અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. સરકાર દ્વારા વહીવટી તંત્રમાં શિસ્ત અને જવાબદારી સુનિશ્ચિત કરવા માટે આ પગલાં લેવામાં આવી રહ્યાં છે.
ઓપરેશન ગંગાજળ હેઠળ વધુ બે ઉચ્ચ અધિકારી ઘર ભેગા:રાણપુરના TDO ભુવાત્રા અને શિહોરના TDO રાવની હકાલપટ્ટી, અત્યાર સુધીમાં અંદાજે 89 અધિકારી સામે એક્શન
📅 Published: October 28, 2026 |
📂 Category: gujarati-news
