નવસારીમાં આત્મનિર્ભર સખી મંડળનો ભવ્ય સરસ મેળો:કેબિનેટ મંત્રી નરેશ પટેલના હસ્તે લોકાર્પણ;30થી વધુ હેન્ડીક્રાફ્ટ સ્ટોલ અને ટેસ્ટી ફૂડ; 4 નવેમ્બર સુધી ચાલશે

📅 Published: October 28, 2026 | 📂 Category: gujarati-news

ગ્રામ વિકાસ વિભાગ અને DRDA નવસારીના સંયુક્ત ઉપક્રમે મહિલા સશક્તિકરણ તેમજ ‘વોકલ ફોર લોકલ’ના મંત્ર સાથે ‘સરસ મેળા’નો પ્રારંભ થયો છે. રાજ્યના કેબિનેટ મંત્રી નરેશ પટેલ, સ્થાનિક ધારાસભ્યો, જિલ્લા પંચાયત પ્રમુખ અને હોદ્દેદારોની ઉપસ્થિતિમાં આ મેળાનું લોકાર્પણ થયું હતું. આ આયોજનથી સખી મંડળની બહેનો આર્થિક રીતે આત્મનિર્ભર બનશે અને હસ્તકળા તેમજ સ્થાનિક ઉત્પાદનોના વેચાણ માટે યોગ્ય પ્લેટફોર્મ મેળવી શકશે. આકર્ષક સ્ટોલ્સ અને વિશિષ્ટ ફૂડ
DRDA ઓફિસર કે.એસ. પટેલે જણાવ્યું કે ગુજરાત લાઇવલીહૂડ પ્રોમોશન મિશન (GLPC) ના માર્ગદર્શન હેઠળ આ મેળો યોજાયો છે. અહીં 30થી વધુ વેચાણ સ્ટોર્સ અને 5થી 7 વિશિષ્ટ ફૂડ સ્ટોર્સ તૈયાર કરાયા છે. બહેનો પોતાના ઉત્પાદનોનું સીધું વેચાણ કરી શકે તે આ આયોજનનો મુખ્ય હેતુ છે. મેળો 4 નવેમ્બર સુધી એમ કુલ 8 દિવસ માટે ખુલ્લો રહેશે. ડાંગી ભોજન અને ઉંબડિયાનો સ્વાદ
ઉદ્ઘાટન બાદ કેબિનેટ મંત્રી નરેશ પટેલે સ્ટોલની મુલાકાત લઈ કારીગરોની પ્રશંસા કરી હતી. તેમણે દક્ષિણ ગુજરાતના પ્રખ્યાત ‘ઉંબડિયા’ અને ડાંગી ટ્રાઇબલ ભોજનનો આસ્વાદ માણ્યો હતો. મંત્રીએ જણાવ્યું કે માત્ર ₹150માં શુદ્ધ પ્રાકૃતિક ડાંગી થાળી ઉપલબ્ધ કરાવવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં પ્રાકૃતિક આહાર પ્રત્યે જાગરૂકતા વધારવાનો આ પ્રયાસ સરાહનીય છે. નાગરિકોને મેળાની મુલાકાત લેવા અપીલ
મેળામાં ગૃહસજ્જાવટની વસ્તુઓ, હસ્તકળા, માટીના વાસણો, કપડાં અને ઓર્ગેનિક ખાદ્યપદાર્થો મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. તંત્ર અને કેબિનેટ મંત્રી દ્વારા નવસારીના નાગરિકોને પરિવાર સાથે મેળાની મુલાકાત લેવા અપીલ કરવામાં આવી છે. સ્થાનિક કારીગરોને પ્રોત્સાહિત કરી ‘વોકલ ફોર લોકલ’ અભિયાનને સફળ બનાવવા માટે નાગરિકોને નમ્ર અપીલ કરાઈ છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *