PM મોદી બનાસકાંઠાથી ખેડૂતોને આપશે મોટી ભેટ:કિસાન સન્માન નિધિનો 24મો હપ્તો જમા થશે; 30 ઓક્ટોબરે ભીલડી ખાતે ભારત બોવાઇન રિસર્ચ સેન્ટરનું લોકાર્પણ થશે

📅 Published: October 28, 2026 | 📂 Category: gujarati-news

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બનાસકાંઠાની ધરતી પરથી દેશભરના ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 24મા હપ્તાની ભેટ આપશે. આ અંગે કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ પત્રકાર પરિષદ યોજીને સમગ્ર કાર્યક્રમની વિગતો આપતા જણાવ્યું હતું કે આ પ્રસંગને રાજ્યભરમાં ઉત્સાહભેર ઉજવવામાં આવશે. બોવાઇન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટરનું લોકાર્પણ
વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના માર્ગદર્શન હેઠળ બનાસ ડેરીએ આગવી ઊંચાઈ પ્રાપ્ત કરી છે. ભીલડી ખાતે 125 એકર વિસ્તારમાં નિર્માણ પામેલા વિશ્વસ્તરીય ભારત બોવાઇન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટરનું વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ થશે. આ સેન્ટર થકી ઉચ્ચ ગુણવત્તાવાળા વાછરડાંનું ઉત્પાદન કરી દેશી ગૌવંશની નસ્લ સુધારણા અને પશુપાલકોની આવકમાં વધારો થશે.
52.29 લાખથી વધુ ખેડૂતોને મળશે સીધો લાભ
આગામી 30 ઓક્ટોબરે ભીલડી ખાતેથી રાજ્યના 52.29 લાખથી વધુ ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 24મો હપ્તો ડીબીટીના માધ્યમથી સીધો જમા કરવામાં આવશે. આ દિવસને સમગ્ર રાજ્યમાં પીએમ કિસાન ઉત્સવ દિવસ તરીકે ઉજવાશે. આ અંતર્ગત સવારે 9:30 વાગ્યાથી નગરપાલિકા અને જિલ્લા કક્ષાએ વિશેષ કાર્યક્રમો યોજાશે. એકતા દિવસની ઉજવણી અને જીવંત પ્રસારણ
સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે 30 અને 31 ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરાશે, જેમાં દેશભરના વરિષ્ઠ આઈએએસ અધિકારીઓ ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે યોજાનારી એકતા પરેડનું રાજ્યના 18 હજાર ગામો અને આશરે 4 હજાર નગરપાલિકાઓમાં જીવંત પ્રસારણ કરવામાં આવશે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *