અમદાવાદ શહેરમાં બિઝનેસ અને ભાગીદારીમાં વિશ્વાસઘાત તથા ઉચાપતના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. સ્પોર્ટ્સ ગુડ્સ અને એસેસરીઝનો વેપાર કરતા અગ્રણી વેપારી સાથે તેમની જ કંપનીના ઉચ્ચ હોદ્દા પર બેઠેલા શખ્સે મોટું ફ્રોડ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. કંપનીના ચીફ ઓપરેટિંગ ઓફિસર (COO) દ્વારા જ વ્યવસાયિક વિશ્વાસ તોડીને ગ્રાહકોના નાણાંની ગેરરીતિ કરવામાં આવતા વેપારી જગતમાં ભારે ચકચાર મચી ગઈ છે.
ગ્રાહકોના Rs 22 Lakh ની બારોબાર ઉચાપત
પ્રાપ્ત વિગતો અનુસાર, સ્પોર્ટ્સ વેપારી હિમાંશુ સિસોદિયા ની કંપનીમાં ફરજ બજાવતા અને ચીફ ઓપરેટિંગ ઓફિસર (COO) તરીકે વહીવટ સંભાળતા રિતેશ જૈન નામના શખ્સે કંપનીના ગ્રાહકો પાસેથી મળેલા લેણાં અને નાણાં કંપનીના ખાતામાં જમા કરાવવાના બદલે બારોબાર Rs 22 Lakh (રૂ. 22 લાખ) ની ઉચાપત કરી લીધી હતી. આ નાણાંનો અંગત ઉપયોગ કરી લેવામાં આવ્યા બાદ હિમાંશુ સિસોદિયાને સમગ્ર કૌભાંડની જાણ થઈ હતી.
દિલ્હીના રિતેશ જૈન સામે EOW માં ગુનો દાખલ
પોતાની સાથે થયેલી આ લાખો રૂપિયાની છેતરપિંડી અને વિશ્વાસઘાત અંગે વેપારી હિમાંશુ સિસોદિયાએ અમદાવાદ પોલીસના આર્થિક ગુના નિવારણ સેલ (EOW – Economic Offences Wing) માં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. EOW દ્વારા દિલ્હીના રહેવાસી આરોપી રિતેશ જૈન વિરુદ્ધ ગુનો નોંધીને તમામ બેંક એકાઉન્ટ્સ, ઓડિટ રિપોર્ટ્સ અને ડિજિટલ ટ્રાન્ઝેક્શનની કડક તપાસ શરૂ કરવામાં આવી છે. આ ફ્રોડમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો : Ahmedabad બ્લાસ્ટ ધમકી કેસમાં સૌથી મોટો ખુલાસો, પાકિસ્તાન અને બાંગ્લાદેશનું ડેન્જરસ ક્રોસ-બોર્ડર કનેક્શન ઉજાગર!
