Chhota Udepur: 5 વર્ષની બાળકીના અપહરણનો આરોપી અમદાવાદથી ઝડપાયો, 7 દિવસમાં આચર્યા 2 ગંભીર ગુના

📅 Published: October 28, 2026 | 📂 Category: Crime

છોટાઉદેપુર જિલ્લામાં 5 વર્ષની બાળકીનું અપહરણ કરવાના કેસમાં ફરાર આરોપીને પોલીસે અમદાવાદથી ઝડપી પાડ્યો છે. કવાંટ તાલુકાના ગામેથી બાળકીનું અપહરણ થયું હતું. ત્યારબાદ 20/10/26ના રોજ બાળકી બોડેલી રેલવે સ્ટેશન પરથી મળી આવી હતી. CCTV ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન રિસોર્સની મદદથી પોલીસે આરોપીનું પગેરું મેળવ્યું હતું.

બાળકીનું અપહરણ

મળતી માહિતી મુજબ, 19/10/26ના રોજ કવાંટ તાલુકાના એક ગામના યુવકે 5 વર્ષની બાળકીનું બદઈરાદે અપહરણ કર્યું હતું. આ ઘટનાને પગલે પોલીસે તપાસ શરૂ કરી હતી. 20/10/26ના રોજ બાળકી રેલવે સ્ટેશન પરથી મળી આવી હતી. પોલીસે બાળકીનો કબજો મેળવી તેને પરિવારને સોંપી હતી.

CCTV અને ટેકનિકલ સર્વેલન્સથી આરોપીનું પગેરું

બાળકીના અપહરણ બાદ ફરાર આરોપીને ઝડપી પાડવા જિલ્લા પોલીસ દ્વારા અલગ અલગ 5 ટીમો બનાવવામાં આવી હતી. CCTV ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન રિસોર્સની મદદથી આરોપીનું પગેરું મેળવવામાં આવ્યું હતું.

અમદાવાદથી આરોપી ઝડપાયો

27/10/26ના રોજ મળેલી બાતમીના આધારે રંગપુર પોલીસ અમદાવાદ પહોંચી હતી. ત્યાં ઓળખ છુપાવીને મજૂરી કામ કરતા આરોપી નાશિક નાસરિયાભાઈ રાઠવાને ઝડપી પાડવામાં આવ્યો હતો.

પોક્સો સહિતની કલમો હેઠળ કાર્યવાહી

આરોપી સામે પોક્સો સહિતની કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસના જણાવ્યા મુજબ, આરોપી સામે અપહરણની ઘટનાના એક અઠવાડિયા અગાઉ 14/10/26ના રોજ બોડેલીમાં તેના જ સંબંધીની સગીર વયની દીકરી સાથે દુષ્કર્મ કર્યાની અલગ ફરિયાદ પણ નોંધાઈ હતી. આમ, 7 દિવસમાં 2 ગુનાઓ કરવાના આરોપી નાશિક નાસરિયાભાઈ રાઠવાને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

આ પણ વાંચો :    New Delhi : કેન્દ્ર સરકારની દિવાળી ભેટ, કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 3 ટકા વધાર્યું


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *