Vadodaraમાં હચમચાવી નાખતી ઘટના, નરસિંહજીની પોળમાં સોની પરિવારના ત્રણ સભ્યોએ કાયો સામૂહિક આપઘાત…!

📅 Published: October 29, 2026 | 📂 Category: Crime

વડોદરા શહેરના મધ્યમાંથી પસાર થતી અને સંવેદનશીલ ગણાતી નરસિંહજીની પોળમાંથી એક અત્યંત ચકચારી અને હચમચાવી દેનારા સમાચાર સામે આવ્યા છે. એક જ પરિવારના ત્રણ સભ્યોએ રહસ્યમય સંજોગોમાં જીવન ટૂંકાવી લેતા સમગ્ર વડોદરા શહેરમાં શોક અને સન્નાટો છવાઈ ગયો છે. મૃતકોની ઓળખ આરતી સોની, ઝીલ સોની અને નીલકંઠ સોની તરીકે થઈ છે. એકસાથે ત્રણ જીવ જતા રહેવાથી આસપાસના રહીશો અને સગા-સંબંધીઓમાં ભારે આઘાત લાગ્યો છે.

ઓપિ રોડ પર ચાલતી હતી હોસ્પિટલ, આર્થિક તંગી કે અન્ય કોઈ કારણ?

પ્રાપ્ત વિગતો મુજબ, મૃતક પરિવારના સભ્યો વડોદરાના ઓપિ રોડ (OP Road) પર હોસ્પિટલ ચલાવતા હતા. ચર્ચા એવી ચાલી રહી છે કે હોસ્પિટલના વ્યવસાયમાં મોટું નુકસાન કે ખોટ જવાના કારણે પરિવાર ગંભીર આર્થિક તંગી (Financial Crisis) નો સામનો કરી રહ્યો હતો, જેના કારણે તેમણે આ પગલું ભર્યું હોઈ શકે. જોકે, આ બાબતે જ્યારે પરિવારના ભાગીદાર સાથે વાતચીત કરવામાં આવી ત્યારે તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે વ્યવસાયમાં કોઈ મોટી આર્થિક તંગી ન હતી, જેના કારણે આ આપઘાતનું રહસ્ય વધુ ઘેરું બન્યું છે.

પોલીસ તપાસ જારી, પરિવારના આપઘાતને લઈને અનેક તર્ક-વિતર્કો શરૂ

આ ગંભીર ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને ત્રણેયના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. હાલ પોલીસની પ્રાથમિક તપાસમાં આપઘાતનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી, પરંતુ પોલીસ દ્વારા હોસ્પિટલના રેકોર્ડ્સ, કોલ ડિટેલ્સ અને આસપાસના લોકોની પૂછપરછ કરીને તમામ પાસાઓ પરથી તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : PM Modi Gujarat Visit : વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય ગુજરાત પ્રવાસે, બનાસકાંઠા, ગાંધીનગર અને કેવડિયાને આપશે વિકાસની ભેટ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *