Ahmedabad News: શહેરમાં બોપલ ખાતો વોલીજા સિઝન-5નો પ્રારંભ

📅 Published: October 29, 2026 | 📂 Category: Ahmedabad

અમદાવાદમાં બોપલ ખાતે યોજાયેલી આંતરશાળા વોલીબોલ સ્પર્ધા વોલીજા સીઝન 5માં અમદાવાદની 20 શાળા ઓ તથા 30 ટીમો એ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.કાર્યક્રમની શરૂઆત શાળાના એડમિન હેડ આર.ડી.દ્વારા મહાનુભાવોના સન્માન સાથે કરવામાં આવી હતી.

પ્રતિભાશાળી ખેલાડીઓ માટે નવી તકોના દ્વાર

વોલીજા સીઝન 5 માત્ર રમતગમતની સ્પર્ધા નહીં પરંતુ યુવા પ્રતિભાઓને પ્રોત્સાહિત કરવા,ટીમભાવના વિકસાવવા અને રમતગમતના માધ્યમથી ઉજ્જવળ ભવિષ્ય ઘડવાનો એક સશક્ત પ્રયાસ બની રહી છે.આવી પહેલો વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ,શિસ્ત અને ખેલદિલીનાં મૂલ્યોનું સિંચન કરી ભવિષ્યના પ્રતિભાશાળી ખેલાડીઓ માટે નવી તકોના દ્વાર ખોલે છે. આ પ્રસંગે અમદાવાદના મેયર સહિત કોર્પોરેટર અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

આ પણ વાંચોઃ Ahmedabad News: ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા વધારવા કરતા કેનેડા સંશોધન અને સ્કેલ્સ વધારવા ભાર મુકશે: ક્રિસ કૂટર


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *