સ્પેનમાં ટ્રેન અકસ્માત બાદ લોકોમાં રોષ:પોલીસ પર બોટલો-ફટાકડા ફેંક્યા, પરિવહન મંત્રીના રાજીનામાની માંગ કરી

📅 Published: October 29, 2026 | 📂 Category: International

સ્પેનમાં બુધવારે બે હાઈસ્પીડ ટ્રેનોની ટક્કરમાં 68 લોકોનાં મોત બાદ લોકોમાં રોષ ભભૂકી ઊઠ્યો છે. સૈંકડો લોકોએ રાજધાની મેડ્રિડમાં સરકાર વિરુદ્ધ પ્રદર્શન કર્યું. પ્રદર્શનકારીઓએ પરિવહન મંત્રી ઑસ્કર પુએન્ટેના રાજીનામાની માંગ કરી છે. કેટલાક લોકોએ તેમને ‘મોતના મંત્રી’ પણ કહ્યા. આ દરમિયાન પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણ પણ થઈ. લોકોએ પોલીસ પર બોટલો અને ફટાકડા ફેંક્યા. બીજી તરફ, પોલીસે પણ પ્રદર્શનકારીઓને ખદેડવા માટે બળપ્રયોગ કર્યો. સરકાર વિરુદ્ધ પ્રદર્શન સાથે જોડાયેલી 3 તસવીરો રેલ સુરક્ષા સિસ્ટમમાં ખામી આવી હતી પ્રારંભિક અહેવાલો મુજબ રેલ સુરક્ષા સિસ્ટમમાં ખામી આવી હતી, જેના પછી કન્ટ્રોલ સેન્ટરે એક ટ્રેનને ફરીથી ચલાવવાની મંજૂરી આપી હતી. આગળ પાટા પર ઊભી રહેલી બીજી ટ્રેન સાથે તેની ટક્કર થઈ ગઈ. પરંતુ સિગ્નલ સિસ્ટમની ખામી જ અકસ્માતનું સાચું કારણ હતું કે નહીં, તેની પુષ્ટિ તપાસ બાદ જ થશે. પરિવહન મંત્રી ઓસ્કાર પ્યુએન્ટેએ પણ કહ્યું છે કે તપાસ બાદ અકસ્માતનું સાચું કારણ સામે આવશે અને જવાબદારી નક્કી કરી શકાશે. અકસ્માત બાદ દેશની રેલ વ્યવસ્થા અને મુસાફરોની સુરક્ષા અંગે સવાલો ઉઠી રહ્યા છે. આ વર્ષે સ્પેનમાં થયેલો આ બીજો મોટો રેલ અકસ્માત છે, જેમાં લોકોનાં મૃત્યુ થયાં છે. આ પહેલાં જાન્યુઆરીમાં થયેલા અકસ્માતમાં 46 લોકોએ જીવ ગુમાવ્યા હતા. તે સમયે પાટાના જોડાણમાં ખામીના કારણે ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. આખી રાત રેસ્ક્યૂ ચાલુ રહ્યું, લોકોની શોધખોળ જારી હાદસા બાદ રાહત અને બચાવ દળોએ આખી રાત કાટમાળમાં ફસાયેલા લોકોની શોધખોળ કરી. ક્ષતિગ્રસ્ત ટ્રેનોમાંથી મૃતદેહો બહાર કાઢવા માટે ક્રેનની મદદ લેવામાં આવી. બચાવકર્મીઓ ઘટના સ્થળે સતત કામ કરતા રહ્યા. સ્પેનના વડાપ્રધાન બોલ્યા- ખામીઓ દૂર કરીશું સ્પેનના વડાપ્રધાન પેદ્રો સાંચેઝે અકસ્માત સ્થળ નજીકથી ટીવી પર દેશને સંબોધન કર્યુ. તેમણે કહ્યું કે આ દુઃખની ઘડીમાં સમગ્ર દેશ પીડિત પરિવારો સાથે છે. તેમણે અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું અને મામલાની તપાસ કરાવવાનો વિશ્વાસ આપ્યો હતો. સાંચેઝે કહ્યું કે તપાસમાં જો કોઈની બેદરકારી અથવા સુરક્ષામાં ખામી સામે આવશે, તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે અને ખામીઓ દૂર કરવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે આ વર્ષે થયેલા બંને જીવલેણ રેલ અકસ્માતોના કારણો અલગ-અલગ હોઈ શકે છે. જરૂર પડ્યે રેલવે સુરક્ષાના નિયમોને વધુ કડક બનાવવામાં આવશે. ——————————- આ સમાચાર પણ વાંચો… સ્પેનમાં 200 કિમીની ઝડપે જતી હાઈ-સ્પીડ ટ્રેન વચ્ચે ભયાનક ટક્કર:68 લોકોના મોત, એક ટ્રેન બીજી ટ્રેન સાથે પાછળથી અથડાઈ; અનેક ડબ્બા કાટમાળમાં ફેરવાયા સ્પેનના ટોલેડો પ્રાંતમાં બુધવારે બે હાઈ સ્પીડ ટ્રેનો અથડાઈ ગઈ. DD ન્યૂઝ મુજબ, આ અકસ્માતમાં 68 લોકોનાં મોત થયા છે, જ્યારે 179 લોકો ઘાયલ થયા છે. રાહત અને બચાવ કામગીરી માટે ઇમરજન્સી અને તબીબી ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. સ્પેનિશ અહેવાલો અનુસાર, અકસ્માત સ્થાનિક સમય મુજબ સવારે 9 વાગ્યે થયો. એક ટ્રેને બીજી ટ્રેનને પાછળથી ટક્કર મારી. અનેક ડબ્બા કાટમાળમાં ફેરવાઈ ગયા છે. સંપૂર્ણ સમાચાર વાંચો…


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *