Jamnagar News: ભાજપના મહિલા કોર્પોરેટરના પુત્રના ગોડાઉનમાંથી 53 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

📅 Published: October 29, 2026 | 📂 Category: Crime

ગુજરાતમાં દારુબંધી માત્ર કાગળ પર હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.જામનગર શહેરમાં માનસી હોટલ પાછળ આવેલા એક ગોડાઉનમાંથી પોલીસે દરોડા પાડીને ₹40.68 લાખની કિંમતનો વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડ્યો છે.આ કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે દારૂનો આ કારોબાર ચલાવનાર મુખ્ય સૂત્રધાર જામનગરના ભાજપના મહિલા કોર્પોરેટર મંજૂબેન બાંભણીયાનો પુત્ર હિતેશ ઉર્ફે વાંગો નરશી બાંભણીયા છે.

હોટલ પાછળ આવેલ ગોડાઉનમાં દરોડો પાડ્યો

પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે,ગુપ્ત બાતમીના આધારે પોલીસે માનસી હોટલ પાછળ આવેલ ગોડાઉનમાં દરોડો પાડ્યો હતો.આ કામગીરી દરમિયાન ગોડાઉનમાંથી વિદેશી દારૂની કુલ 19500 બોટલો મળી આવી હતી.પોલીસે દારૂના જથ્થા 10 બુટલેગરોની સંડોવણી ખુલી છે. તપાસ દરમિયાન બહાર આવ્યું છે કે જે ગોડાઉનમાંથી દારૂનો જથ્થો મળ્યો તે કોર્પોરેટરના પુત્ર હિતેશ બાંભણીયાનું છે.સતીષા પીરની દરગાહ નજીક રહેતો હિતેશ ઉર્ફે વાંગો નામચીન ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તેની સામે અગાઉ કુલ 19 ગંભીર ગુનાઓ નોંધાયેલા છે જેમાં 2 હત્યા, 2 હત્યાના પ્રયાસ, 5 મારામારી, 4 દારૂબંધી, 1 ધાડ પાડવાની પૂર્વ તૈયારી, 1 જેલ કાયદા/જાહેરનામા ભંગ, 2 જાનમાલના નુકસાન અને 1 કેફી પ્રવાહી પીધેલી હાલતના કેસનો સમાવેશ થાય છે.

9 આરોપીઓ હાલ પોલીસ પકડથી દૂર

આ કેસમાં હિતેશ બાંભણીયા સહિત કુલ 9 આરોપીઓ હાલ પોલીસ પકડથી દૂર ફરાર થઈ ગયા છે.પોલીસે ધર્મેશ યાજ્ઞિકની કડક પૂછપરછ શરૂ કરી છે અને ફરાર થઈ ગયેલા કોર્પોરેટરના પુત્ર હિતેશ તેમજ અન્ય 8 બુટલેગરોને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમ બનાવીને ચક્રો ગતિમાન કર્યા છે.રાજકીય કનેક્શન ધરાવતા આટલા મોટા દારૂના જથ્થાના નેટવર્કનો પર્દાફાશ થતાં જામનગરના રાજકારણ અને પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઈ છે. આ કેસમાં મંજુલા બાંમભણીયાએ કહ્યું હતું કે આ બાબતની એમને કોઈ જાણ નથી.

આ પણ વાંચોઃ Surat News: આરોગ્ય મંત્રીની હાજરીમાં નકલી ડોક્ટરને એવોર્ડ આપી સન્માનિત કરાયો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *