Khedaમાં બેફામ વૃક્ષછેદનનો પર્દાફાશ, રાતના અંધારામાં 100 ટ્રક અને 500 ટ્રેક્ટરોમાં લાકડાની હેરાફેરી!, વન વિભાગ સામે સવાલો

📅 Published: October 29, 2026 | 📂 Category: Crime

ગુજરાતના હરિયાળા અને ફળદ્રુપ ગણાતા ખેડા જિલ્લામાંથી પર્યાવરણ માટે અત્યંત ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. જિલ્લાના નડિયાદ પંથક માં મોટાપાયે ગેરકાયદે વૃક્ષછેદન થઈ રહ્યું છે અને લાકડાનો મસમોટો વેપાર ધમધમી રહ્યો હોવાના ગંભીર આક્ષેપો થયા છે. સ્થાનિક સ્તરેથી મળતી માહિતી મુજબ, પર્યાવરણને નુકસાન પહોંચાડીને હરિયાળા વૃક્ષોને સદંતર સાફ કરી દેવામાં આવી રહ્યા છે, જેના કારણે પ્રકૃતિ પ્રેમીઓ અને જાગૃત નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

રાતના અંધારામાં 100થી વધુ ટ્રકો અને 500થી વધુ ટ્રેક્ટરો દ્વારા લાકડાંની હેરાફેરી

આ ગેરકાયદે કારોબારનું કદ કેટલું મોટું છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે, રાતના અંધારામાં 100થી વધુ ટ્રકો અને 500થી વધુ ટ્રેક્ટરોના માધ્યમથી મોટા પ્રમાણમાં લાકડાંની હેરાફેરી કરવામાં આવી રહી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આટલી મોટી માત્રામાં વાહનોની અવરજવર છતાં સ્થાનિક વન વિભાગ, RTO અને પોલીસ તંત્ર ની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે કે શું આટલું મોટું રેકેટ અધિકારીઓની મિલીભગત વગર ચાલી શકે ખરું?

મામલતદાર કચેરી અને વનવિભાગની સંયુક્ત તપાસ, 6 ટ્રકો સામે કડક કાર્યવાહી

વિવાદ વરોડાટ વધતા અને મામલો ગરમાતા આખરે પ્રશાસન હરકતમાં આવ્યું છે. મામલતદાર કચેરી અને વનવિભાગની સંયુક્ત ટીમો દ્વારા તાત્કાલિક ધોરણે સ્થળ તપાસ હાથ ધરવામાં આવી હતી. આ સઘન ચેકિંગ દરમિયાન ગેરકાયદે લાકડાં ભરીને જઈ રહેલી 6 જેટલી ટ્રકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તંત્ર દ્વારા આ નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય મુખ્ય સૂત્રધારો સુધી પહોંચવા માટે પણ તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે, જેથી જિલ્લામાં થતા બેફામ વૃક્ષછેદનને કાયમ માટે અટકાવી શકાય.

આ પણ વાંચો : Gujarat Weather Forecast : ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય, આગામી ત્રણ દિવસ કમોસમી વરસાદ પડવાની શક્યતા


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *