ભાઈકાકા યુનિવર્સિટી સંલગ્ન પ્રમુખસ્વામી મેડિકલ કોલેજ, કરમસદ દ્વારા અંડરગ્રેજ્યુએટ મેડિકલ વિદ્યાર્થીઓ માટે આયોજિત રાષ્ટ્રીય કક્ષાની વાર્ષિક કોન્ફ્રન્સ સિનર્જી 2026નું તા. 24 અને 25 ઑક્ટોબરના રોજ સફ્ળતાપૂર્વક સમાપન થયું હતું. ઈનક્વિસિટીવ માઈન્ડસ, બ્રોડર એવેન્યુસઃ બિયોન્ડ ટ્રેડિશનલ ફ્રન્ટિયર્સક્ર વિષય પર યોજાયેલી આ બે દિવસીય કોન્ફ્રન્સમાં દેશભરમાંથી મેડિકલ વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સભ્યોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડૉ. અભય ધરમસી અને રજિસ્ટ્રાર ડૉ. જ્યોતિ તિવારીના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ કોન્ફ્રન્સમાં ડીન ડૉ. સ્વપ્નિલ અગરવાલ, એડિશનલ ડીન (યુ.જી.) ડૉ. દિનેશ કુમાર, સ્ટુડન્ટ અફેર્સના એસોસિયેટ ડીન ડૉ. સમીર ભાવસાર અને અમૃતા પટેલ સેન્ટર ફોર પબ્લિક હેલ્થના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. કલોલ રોયે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. એમ.બી.બી.એસ.ના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ગ્રીવા પટેલ અને પલ્લવ ઠાકરે ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરીસ તરીકે જવાબદારી સંભાળી હતી. મેડિકલ વિદ્યાર્થીઓની સમર્પિત ટીમે કોન્ફ્રન્સના આયોજનમાં સહયોગ આપ્યો હતો. કોન્ફ્રન્સનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ, સંશોધન પ્રત્યેની જિજ્ઞાસા, પુરાવા આધારિત તબીબી પ્રેક્ટિસ અને નવીન વિચારોને પ્રોત્સાહન આપવાનો હતો. આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓને પરંપરાગત તબીબી અભ્યાસની મર્યાદાઓથી આગળ વધીને આધુનિક તબીબી ક્ષેત્રની નવી તકો અને વિવિધ દૃષ્ટિકોણ સમજવાની તક મળી હતી.
Anand :ભાઈકાકા યુનિ.કરમસદ સંલગ્ન પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજમાં સિનર્જી કોન્ફ્રન્સ
📅 Published: October 29, 2026 |
📂 Category: Anand
