ફિટનેસની દુનિયાનું ટ્રેન્ડિંગ ફળ- એવોકાડો:હેલ્ધી ફેટ–ફાઈબરથી ભરપૂર, 12 હેલ્થ બેનેફિટ્સ; ખરીદતી વખતે ધ્યાનમાં રાખો 6 બાબતો

📅 Published: October 30, 2026 | 📂 Category: Lifestyle

ફળ ની વાત આવે ત્યારે મોટાભાગના લોકોના મનમાં સફરજન, કેળું, સંતરા જેવા નામ આવે છે. પરંતુ આજકાલ ફિટનેસની દુનિયામાં એક એવું ફળ ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે, જેમાં અન્ય ફળોની સરખામણીમાં ફેટનું પ્રમાણ ઘણું વધારે છે. તેનું નામ છે એવોકાડો. કોઈ તેને ટોસ્ટ પર લગાવીને ખાય છે, તો કોઈ સલાડ અથવા સ્મૂધીમાં ઉમેરીને ખાય છે. હેલ્ધી ફેટથી ભરપૂર હોવાને કારણે એવોકાડોને હૃદયના સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે. વર્ષ 2022માં ‘જર્નલ ઑફ ધ અમેરિકન હાર્ટ એસોસિએશન’માં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં 1 લાખથી વધુ લોકોના આંકડાઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. તેમાં અઠવાડિયામાં બે કે તેથી વધુ સર્વિંગ એવોકાડો ખાનારા લોકોમાં કોરોનરી હાર્ટ ડિસીઝનું જોખમ 21% ઓછું જોવા મળ્યું. તેથી આજે ‘કામના સમાચાર’ માં એવોકાડોના આરોગ્યલક્ષી ફાયદાઓ વિશે વાત કરીશું. સાથે જ જાણીશું કે- નિષ્ણાત- ડૉ. અનુ અગ્રવાલ, સીનિયર ક્લિનિકલ ડાયટિશિયન, ફાઉન્ડર – ‘વનડાઇટ્ટુડે’ સવાલ- એવોકાડો શું છે? તેને ‘સુપરફૂડ’ કેમ કહેવામાં આવે છે? જવાબ- તેને મુદ્દાઓ દ્વારા સમજો- સવાલ- એવોકાડોમાં કયા પોષક તત્વો હોય છે? જવાબ- એવોકાડોમાં હેલ્ધી ફેટ, ફાઇબર, પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ ઉપરાંત અનેક વિટામિન અને મિનરલ્સ હોય છે. તેમાં પોટેશિયમ, મેગ્નેશિયમ, ફોલેટ, વિટામિન E, K, C અને વિટામિન B6 મુખ્ય છે. તેમાં લ્યુટિન અને ઝિઍઝેન્થિન જેવા એન્ટિઓક્સિડન્ટ્સ પણ હોય છે. સવાલ- 100 ગ્રામ એવોકાડોની ન્યુટ્રિશનલ વેલ્યૂ શું છે? જવાબ- તેમાં કેલરીનો મોટો હિસ્સો ફેટમાંથી મળે છે. સાથે જ તેમાં ફાઇબરની સારી માત્રા હોય છે. તેથી તેને હેલ્ધી ફેટ અને ફાઇબરનો સોર્સ માનવામાં આવે છે. 100 ગ્રામ એવોકાડોની ન્યુટ્રિશનલ વેલ્યુ નીચેના ગ્રાફિકમાં જુઓ- સવાલ- એવોકાડોમાં ફેટ વધુ હોવા છતાં તેને હેલ્ધી કેમ માનવામાં આવે છે? જવાબ- પોઇન્ટર્સ દ્વારા સમજો- સવાલ- એવોકાડોના હેલ્થ બેનિફિટ્સ શું છે? જવાબ- તેમાંથી ઘણા જરૂરી માઇક્રોન્યુટ્રિએન્ટ્સ એકસાથે મળે છે. તેને સંતુલિત ડાયટમાં સામેલ કરવાથી હાર્ટ હેલ્થ, પાચન અને શરીરની સામાન્ય કામગીરીને સારી જાળવવામાં મદદ મળે છે. ગ્રાફિકમાં તેના તમામ હેલ્થ બેનિફિટ્સ જુઓ- સવાલ- એવોકાડો પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં અને કબજિયાતથી રાહત મેળવવામાં કેવી રીતે મદદ કરે છે? જવાબ- આને મુદ્દાઓ દ્વારા સમજો- સવાલ- શું એવોકાડોથી આંતરડામાં સારા બેક્ટેરિયા વધે છે? જવાબ- હા, તેને આ રીતે સમજો- સવાલ- એક દિવસમાં કેટલું એવોકાડો ખાઈ શકાય? જવાબ- સિનિયર ક્લિનિકલ ડાયટિશિયન ડૉ. અનુ અગ્રવાલના જણાવ્યા અનુસાર, એક સ્વસ્થ પુખ્ત વ્યક્તિ દિવસ દરમિયાન આશરે 50 ગ્રામ એવોકાડો ખાઈ શકે છે. આ મધ્યમ કદના ફળના આશરે એક-તૃતીયાંશ ભાગ જેટલું હોય છે અને તેમાં લગભગ 75 કેલરી હોય છે. સવાલ- એવોકાડો ખાવાની યોગ્ય રીત કઈ છે? જવાબ- એવોકાડોને ઘણી રીતે ડાયટમાં સામેલ કરી શકાય છે, જેમ કે- સવાલ- શું વધુ એવોકાડો ખાવાથી વજન વધી શકે છે? જવાબ- હા, તેમાં હેલ્ધી ફેટ હોય છે, પરંતુ ફેટથી કેલરી પણ વધુ મળે છે. જો એવોકાડો ખાવાથી દિવસભરની કુલ કેલરી શરીરની જરૂરિયાત કરતાં વધુ થઈ જાય, તો વધારાની કેલરી ફેટના રૂપમાં જમા થઈ શકે છે. તેથી તેને મર્યાદિત માત્રામાં ખાઓ. સવાલ- કયા લોકોએ એવોકાડો ખાતી વખતે સાવચેતી રાખવી જોઈએ? જવાબ- એવોકાડો મોટાભાગના લોકો માટે સુરક્ષિત છે, પરંતુ કેટલાક લોકોએ તેને ખાતી વખતે સાવચેતી રાખવી જોઈએ. ગ્રાફિકમાં જુઓ- સવાલ- કાપેલા એવોકાડોને કેટલા સમય સુધી સ્ટોર કરી શકાય? જવાબ- કાપેલા એવોકાડોને એરટાઇટ કન્ટેનરમાં રાખીને ફ્રિજમાં લગભગ 1–2 દિવસ સુધી સ્ટોર કરી શકાય છે. તેને કાપ્યા પછી તેના પર થોડો લીંબુનો રસ લગાવવાથી ઓક્સિડેશનની પ્રક્રિયા ધીમી થાય છે, જેના કારણે તેનો રંગ ઝડપથી ભૂરો પડતો નથી. તેને રૂમના તાપમાને 2 કલાકથી વધુ સમય સુધી ન રાખો. સવાલ- એવોકાડો ખરીદતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું? જવાબ- તેને ખરીદતી વખતે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખો, જેમ કે- એવોકાડો સાથે જોડાયેલા કેટલાક સામાન્ય સવાલ–જવાબ સવાલ- શું ડાયાબિટીસના દર્દીઓ એવોકાડો ખાઈ શકે છે? જવાબ- હા, ડાયાબિટીસ ધરાવતા લોકો એવોકાડોને સંતુલિત આહારમાં સામેલ કરી શકે છે. તેમાં કાર્બોહાઇડ્રેટ ઓછું અને ફાઇબરનું પ્રમાણ સારું હોય છે. ફાઇબર બ્લડ શુગરના વધારાને ધીમો કરવામાં મદદ કરે છે. સવાલ- શું બાળકોને એવોકાડો ખવડાવી શકાય? જવાબ- હા, તેમાં રહેલું હેલ્ધી ફેટ બાળકની વધતી ઉંમરમાં ઊર્જા અને વૃદ્ધિ માટે ઉપયોગી છે. સવાલ- શું એવોકાડાની છાલ પણ ખાઈ શકાય? જવાબ- એવોકાડાની છાલ સામાન્ય રીતે ખાવામાં આવતી નથી. તે કઠણ અને સ્વાદમાં કડવી હોઈ શકે છે. તેના બદલે અંદરનો મુલાયમ ભાગ ખાવો. સવાલ- શું એવોકાડો ખાવાથી તરત ઊર્જા મળે છે? જવાબ- એવોકાડોમાં ફેટ અને કેલરી હોય છે, જે શરીરને ઊર્જા આપે છે. તેમાં રહેલું ફેટ ધીમે-ધીમે પચે છે, જેના કારણે ધીમે-ધીમે ઊર્જા મળે છે. જોકે, તેને ખાવાથી તરત થાક દૂર થવાની ગેરંટી નથી. ……………………………….. ગ્રાફિક- વિપુલ શર્મા


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *