ગુજરાતમાં ડિસેમ્બર 2022ની વિધાનસભા ચૂંટણી લડનારી અડધો ડઝન જેટલી રજિસ્ટર્ડ બિનમાન્યતા પ્રાપ્ત રાજકીય પાર્ટીઓને 2020-21 થી 2024-25 સુધીના પાંચ વર્ષમાં કુલ રૂ.3688 કરોડના ડોનેશન મળ્યા હતા. જેની સામે આ પાર્ટીઓએ કુલ રૂ.2687 કરોડનો ખર્ચ કેન્દ્રીય ચૂંટણી પંચને બતાવ્યો હતો.એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ એડીઆર દ્વારા આ રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે.
2022ની રાજ્ય વિધાનસભા ચૂંટણીમાં ભાગ લીધો
ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણીમાં ભારતીય રાષ્ટ્રીય જનતા દળે પ બેઠકો ઉપર લડી કુલ 3163 મતો મેળવ્યા હતા.ન્યુ ઈન્ડિયા યુનાઈટેડ પાર્ટી માત્ર 1 બેઠક ઉપર લડી 487 મતો મેળવ્યા હતા.સ્વતંત્ર અભિવ્યક્તિ પાર્ટીએ 3 બેઠક ઉપર લડી 671 મતો મેળવ્યા હતા.સત્યવાદી રક્ષક પાર્ટીએ માત્ર 1 બેઠક ઉપર લડી 385 મતો મેળવ્યા હતા.સૌરાષ્ટ્ર જનતા પક્ષે કેવળ 1 બેઠક ઉપર લડી 140 મતો મેળવ્યા હતા.જ્યારે જન મન પાર્ટીએ 2 બેઠક ઉપર લડી 480 મતો મેળવ્યા હતા.જન મન પાર્ટી અને સૌરાષ્ટ્ર જનતા પક્ષે માત્ર 2022ની રાજ્ય વિધાનસભા ચૂંટણીમાં ભાગ લીધો હતો.
બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ભાગ લીધો હતો
સત્યવાદી રક્ષક પાર્ટીએ રાજ્ય વિધાનસભાની તથા 2024ની લોકસભા ચૂંટણીમાં ભાગ લીધો હતો.સ્વતંત્ર અભિવ્યક્તિ પાર્ટીએ ગુજરાત વિધાનસભાની, લોકસભાની તથા 2023ની રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં ભાગ લીધો હતો.ન્યુ ઈન્ડિયા યુનાઈટેડ પાર્ટીએ ગુજરાત વિધાનસભાની, લોકસભાની, દિલ્હી વિધાનસભાની તથા બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ભાગ લીધો હતો.જ્યારે ભારતીય રાષ્ટ્રીય જનતા દળે ગુજરાત વિધાનસભાની, લોકસભાની 2024 અને 2019ની,ઝારખંડની 2019ની વિધાનસભાની તથા પશ્ચિમ બંગાળની 2021ની વિધાનસભાની ચૂંટણીમાં ભાગ લીધો હતો.
નવી પાર્ટીઓ તરત જ ઉચ્ચ મૂલ્યનું ડોનેશન મેળવી રહી છે
ન્યુ ઈન્ડિયા યુનાઈટેડ પાર્ટીએ ખર્ચ કરતાં રૂ.180.623 કરોડના ડોનેશન વધુ દર્શાવ્યા હતા.જ્યારે સ્વતંત્ર અભિવ્યક્તિ પાર્ટીએ કુલ ખર્ચ કરતાં ડોનેશન રૂ.819.0642 કરોડ વધુ દર્શાવ્યા હતા.એડીઆરના રિપોર્ટમાં જણાવાયું હતું કે જાન્યુઆરી 2024માં નોંધાયેલી ભારતીય ગરીબ વિકાસ કલ્યાણ પાર્ટીએ 2024-25માં રૂ.170.0445 કરોડની આવકની જાહેરાત કરી હતી જે દર્શાવે છે કે,નવી નોંધાયેલી પાર્ટીઓ પણ તરત જ ઉચ્ચ મૂલ્યનું ડોનેશન મેળવી રહી છે.
નોંધ :
ન્યુ ઈન્ડિયા યુનાઈટેડ પાર્ટીએ 2020-21, 2021-22 અને 2023-24ના ડોનેશન અને ખર્ચ દર્શાવ્યા નથી. પણ આ પાર્ટીને રૂ. 20000 કરતાં વધુ રકમના 879.133 કરોડ ડોનેશન મળ્યા હતા.
સ્વતંત્ર અભિવ્યક્તિ પાર્ટીની 2020-21માં કોઈ ડોનેશન મળ્યા ન હતા એટલે આ વર્ષમાં ખર્ચ બતાવ્યો નથી. જ્યારે 2022-23, 2023-24 અને 2024-25ના ડોનેશન અને ખર્ચ દર્શાવ્યા નથી. પરંતુ આ પાર્ટીને રૂ. 20 હજાર કરતાં વધુ રકમના કુલ 946.282 કરોડનાં ડોનેશન મળ્યા હતા.
સત્યવાદી રક્ષક પાર્ટીએ 2020-21, 2021-22 અને 2024-25ના ડોનેશન અને ખર્ચ બતાવ્યા નથી.
સૌરાષ્ટ્ર જનતા પક્ષે 2020-21ના ડોનેશન અને ખર્ચ બતાવ્યા નથી.
જન મન પાર્ટીએ 2020-21 અને 2024-25ના ડોનેશન તથા ખર્ચ બતાવ્યા નથી.
આ પણ વાંચોઃ PM Modi બનાસકાંઠાને આપશે બે મોટી ભેટ, બનાસ ડેરીનો પ્લાન્ટ, 4,300 આંગણવાડીઓથી શું બદલાશે?
