Surat News: ચૂંટાયેલા નગરસેવકોએ મનપાની સામાન્ય સભામાં 750 રૂપિયે કિલોના ભાવે ભજીયા મંગાવ્યા

📅 Published: October 30, 2026 | 📂 Category: Surat

સુરતીઓ ભજીયાના શોખીન છે પરંતુ સુરત મહાનગરપાલિકાની ગુરુવારની સામાન્ય સભામાં પીરસાયેલા ભજીયાના ભાવ જાણીને ભજીયાના શોખીનો પણ ચોંકી જાય તેવી સ્થિતિ છે.દિવાળી પહેલાંની સામાન્ય સભામાં નગરસેવકો,અધિકારીઓ અને અન્ય હાજર લોકો માટે અંદાજે 200 રૂપિયા કિલોના ભાવના ભજીયાનો ઓર્ડર અપાયો હતો.પદાધિકારીના દબાણથી અથવા તો ઓળખાણથી મંગાવેલા ભજીયામાં 50 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળતાં 750 રૂપિયે કિલોના ભાવના ભજીયાની મોંઘી મિજબાની કરવામાં આવતાં ચર્ચાનું મોજું ફરી વળ્યું છે.

બજારમાં સરેરાશ 400 રૂપિયે કિલોના ભાવે ભજીયા મળે છે

પાલિકા વર્તુળમાં ચાલી રહેલા ગણગણાટ મુજબ,બજારમાં સરેરાશ 400 રૂપિયે કિલોના ભાવે ભજીયા મળે છે.જોકે પાલિકાની સામાન્ય સભામાં હવે માનીતાઓને ત્યાંથી નાસ્તો મંગાવવા પર જોર પાલિકામાં પદાધિકારીઓની નવી ટર્મમાં હવે નાસ્તો મંગાવવા મુદ્દે પણ નવી જ અચરજ પમાડે એવી સ્થિતિ જોવા મળી રહી છે. જેમાં જાણીતા અને વર્ષોથી જોડાયેલા વિક્રેતાઓની જગ્યાએ માનીતાઓને ત્યાંથી નાસ્તો મંગાવવા પર ભાર-જોર અપાઇ રહ્યું છે.800 રૂપિયે કિલોના ભાવના ભજીયા પણ તેનું જ પરિણામ હોવાનું માનવામાં આવી રહ્યું છે.દિવાળીના તહેવારની ઉજવણીમાં નાસ્તાની વ્યવસ્થા કરવી સ્વાભાવિક છે, પરંતુ પ્રજાના પૈસે ખર્ચ કરતી વખતે બજાર ભાવ અને કરકસરનો વિચાર કરવો પણ એટલો જ જરૂરી હોવાની ચર્ચા ચાલી છે.

સુરતવાસીઓની માનીતી ઘારી પણ પીરસવામાં આવી

મંગાવેલા ભજીયાનો મૂળ ભાવ રૂ.800 પ્રતિ કિલો હતો,જેમાં કિલોએ માત્ર રૂ.50નું ડિસ્કાઉન્ટ મેળવી ખરીદી કરવામાં આવી હતી.અંદાજે 130 કિલો ભજીયા મંગાવાતાં માત્ર આ નાસ્તાનું બિલ જ એક લાખ રૂપિયાની આસપાસ પહોંચ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે.વધુમાં,ચાલુ વર્ષે પર્વ નિમિત્તે સામાન્ય સભા મળી હોય સુરતવાસીઓની માનીતી ઘારી પણ પીરસવામાં આવી હતી.આ ઘારીની કિંમત 900 રૂપિયે કિલો હોવાનું માનવામાં આવે છે.અંદાજે 18થી 21 કિલો ઘારી ખવાઇ હોવાનું ચર્ચાઇ રહ્યું છે.સૂકા મેવાથી ભરપૂર અને બજાર ભાવ પ્રમાણે ઘારીની કિંમત 900 રૂપિયા હોય એ સ્વાભાવિક છે.પરંતુ બજારમાં 400 રૂપિયે કિલોએ મળતા ભજીયાને છોડીને 800 રૂપિયે કિલોના ભાવના ભજીયાનો ઓર્ડર અપાતા અચરજ સર્જાયું છે.

આ પણ વાંચોઃ Weather Update: ચક્રવાત અર્નબનો કહેર યથાવત્! દેશનાં અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી,Video


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *