ભારતીય વાયુસેનાનો ભવ્ય ‘સૂર્યકિરણ એર શો’નું રિહર્સલ:શહેરના બોરતળાવ ખાતે ભારતીય વાયુસેનાનો ‘સૂર્યકિરણ એર શો’ માટે બે દિવસ પ્રેક્ટિસ કરશે, આકાશમાં દિલ બનાવ્યું

📅 Published: October 30, 2026 | 📂 Category: gujarati-news

રવિવારના રોજ 9 હોક એમકે-132 વિમાનો દ્વારા 30 થી 40 મિનિટ સુધી રોમાંચક હવાઈ કરતબોનું પ્રદર્શન કરાશે આગામી રવિવાર ના રોજ ભાવનગરવાસીઓ માટે ગૌરવ અને રોમાંચની અનોખી ક્ષણ સમાન ભારતીય વાયુસેનાનો ભવ્ય ‘સૂર્યકિરણ એર શો’ આગામી તા.1 નવેમ્બરને રવિવારના રોજ સવારે 9 કલાકે બોરતળાવ ખાતે યોજાશે.જેના ભાગરૂપે આજરોજ વાયુસેના 4 વિમાનો દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું હતું અને આકાશમાં દિલ બનાવ્યું હતું..
ભાવનગરમાં પ્રથમવાર યોજાનારા આ વિશિષ્ટ આયોજન અંગે કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયાએ પ્રેસ કોન્ફરન્સ યોજીને એર શોની ગઈકાલે માહિતી આપી હતી, તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશની સશસ્ત્ર સેના આધુનિકતા અને આત્મનિર્ભરતાની દિશામાં આગળ વધી રહી છે. ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમનું આ પ્રદર્શન દેશના શૌર્ય, શિસ્ત, સાહસ અને ટેકનોલોજીકલ ક્ષમતાને નજીકથી નિહાળવાની તક પૂરી પાડશે. સાથે જ યુવાનોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના પ્રબળ બનાવી તેમને સશસ્ત્ર દળોમાં જોડાઈ દેશસેવા કરવા પ્રેરિત કરશે. ભાવનગરમાં આ ભવ્ય આયોજન માટે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહનો આભાર વ્યક્ત કરતાં મંત્રીએ જણાવ્યું હતું કે, સૂર્યકિરણ એરોબેટિક ટીમના 9 હોક એમકે-132 જેટ ટ્રેનર વિમાનો આશરે 30 થી 40 મિનિટ સુધી આકાશમાં અદભુત હવાઈ કરતબો, શિસ્તબદ્ધ ઉડાન અને ત્રિરંગાના રંગોની આકર્ષક રચનાઓ રજૂ કરશે. મંત્રીએ ભાવનગરના નાગરિકોને પરિવાર સાથે ઉપસ્થિત રહી આ ઐતિહાસિક અને રોમાંચક પ્રદર્શનના સાક્ષી બનવા આહવાન કર્યું હતું. તેમણે એર શો દરમિયાન બાળકો અને વડીલોની સુરક્ષાનું ધ્યાન રાખવા,ટ્રાફિકના નિયમોનું પાલન કરવા, શિસ્ત જાળવવા તથા જાહેર સ્થળની સ્વચ્છતા જાળવવા અપીલ કરી હતી. જિલ્લા વહીવટી તંત્ર અને ભાવનગર મહાનગરપાલિકાના સહયોગથી યોજાનારા આ કાર્યક્રમને નાગરિકોના સહકારથી સફળ અને યાદગાર બનાવવા તેમણે અનુરોધ કર્યો હતો..


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *