ઇઝરાયલની ગુપ્તચર એજન્સી મોસાદ પણ ચૂંટણીની તપાસ કરશે:વિદેશી હસ્તક્ષેપનો આરોપ; ચૂંટણી પંચે કહ્યું- આનાથી પરિણામો પર કોઈ અસર નહીં

📅 Published: October 30, 2026 | 📂 Category: International

ઇઝરાયલની ગુપ્તચર એજન્સી મોસાદ આ અઠવાડિયે યોજાયેલી ચૂંટણીમાં વિદેશી હસ્તક્ષેપના આરોપોની તપાસ કરશે. ન્યૂઝ ચેનલ 12ના અહેવાલ મુજબ, આ તપાસમાં મોસાદની સાથે આંતરિક સુરક્ષા એજન્સી શિન બેટ પણ સામેલ થશે. આરોપ છે કે, કતાર અને કેટલાક અન્ય દેશોએ મંગળવારે યોજાયેલી ચૂંટણીમાં અરબ મતદારોને પૈસા આપીને વધુમાં વધુ મતદાન કરાવવાનો પ્રયાસ કર્યો. આ ચૂંટણીમાં અરબ પાર્ટીઓને કુલ 19 બેઠકો મળી છે. ઇતિહાસમાં આ તેમનું અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન છે. વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને તેમની પાર્ટીના નેતાઓએ પણ અરબ પાર્ટીઓ પર ચૂંટણીમાં ગેરરીતિના આરોપો લગાવ્યા છે. ઇઝરાયલના કેન્દ્રીય ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું છે કે તપાસનો વ્યાપ મર્યાદિત છે. પંચના જણાવ્યા મુજબ, આ મામલાથી ચૂંટણીનાં પરિણામો પર કોઈ અસર થઈ નથી અને ન તો પરિણામો પર કોઈ સવાલ ઊભો થાય છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *