IND vs NZ : પાંચમી T20માં ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે?

📅 Published: October 31, 2026 | 📂 Category: cricket

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 5 મેચોની T20 શ્રેણીનો અંતિમ અને પાંચમો મુકાબલો હેમિલ્ટનના સેડન પાર્ક મેદાન પર રમાવા જઈ રહ્યો છે. ભારતીય ટીમ પહેલેથી જ આ સિરીઝમાં 3-1 થી અજેય લીડ મેળવી ચૂકી છે. આથી શ્રેયસ ઐયરની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયા આ ડેડ રબર મેચમાં પોતાની ‘બેન્ચ સ્ટ્રેન્થ’ ચકાસવા માટે પ્લેઇંગ ઇલેવનમાં મોટા ઉલટફેર કરી શકે છે. સતત રમી રહેલા સિનિયર ખેલાડીઓને આરામ આપીને કેટલાક નવા યુવા ચહેરાઓને મેદાનમાં ઉતારવામાં આવી શકે છે.

આ 5 ખેલાડીઓ બેસી શકે છે બહાર

1. અભિષેક શર્મા
અભિષેક શર્મા ન્યૂઝીલેન્ડ સામેની T20 શ્રેણીમાં સતત રમી રહ્યા છે. તેમની જગ્યા ટીમમાં લગભગ નિશ્ચિત માનવામાં આવે છે. આવી સ્થિતિમાં અંતિમ મેચમાં તેમને આરામ આપીને વૈભવ સૂર્યવંશીને તક મળી શકે છે. વૈભવને અગાઉની મેચમાં રમવાની તક મળી નહોતી.
2. નીતીશ કુમાર રેડ્ડી
ઓલરાઉન્ડર નીતીશ કુમાર રેડ્ડીને પણ પાંચમી T20માં આરામ આપવામાં આવી શકે છે. વર્કલોડને ધ્યાનમાં રાખીને તેમની જગ્યાએ શિવમ દુબેને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામાં આવી શકે છે.
3. અર્શદીપ સિંહ
અર્શદીપ સિંહ ન્યૂઝીલેન્ડ સામેની આગામી વનડે શ્રેણીનો પણ ભાગ છે. તેથી તેમને પાંચમી T20માં આરામ આપવાનો નિર્ણય લેવામાં આવી શકે છે. તેમના સ્થાને અનુભવી ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારને રમવાની તક મળી શકે છે.
4. અક્ષર પટેલ
અક્ષર પટેલની જગ્યાએ વરુણ ચક્રવર્તીને તક મળી શકે છે. વરુણ અત્યાર સુધી આ શ્રેણીમાં પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મેળવી શક્યા નથી. તેઓ માત્ર T20 ટીમનો ભાગ હોવાથી અંતિમ મેચમાં તેમને તક આપવાનો વિચાર થઈ શકે છે.

5. કુલદીપ યાદવ
કુલદીપ યાદવ પણ ન્યૂઝીલેન્ડ સામેની T20 શ્રેણીમાં રમવાની તકની રાહ જોઈ રહ્યા છે. જોકે, તેઓ વનડે અને ટેસ્ટ ટીમનો પણ ભાગ છે. તેથી અંતિમ T20માં પણ તેમને બહાર બેસવું પડી શકે છે. તેમની જગ્યાએ વરુણ ચક્રવર્તીને તક મળવાની શક્યતા છે.

પાંચમી T20 માટે ભારતની સંભવિત પ્લેઇંગ-11
વૈભવ સૂર્યવંશી,સંજુ સેમસન (વિકેટકીપર),ઈશાન કિશન,શ્રેયસ ઐયર (કેપ્ટન),તિલક વર્મા,શિવમ દુબે,નમન ધીર,ભુવનેશ્વર કુમાર,વરુણ ચક્રવર્તી,પ્રિન્સ યાદવ,મયંક યાદવ
ક્યારે અને ક્યાં રમાશે મુકાબલો?
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની આ પાંચમી T20 મેચ હેમિલ્ટનના સેડન પાર્ક ખાતે ભારતીય સમય અનુસાર બપોરે 12:30 વાગ્યાથી શરૂ થશે. ચાહકો આ મેચનું લાઈવ પ્રસારણ સોની સ્પોર્ટ્સ નેટવર્કની ટીવી ચેનલો પર અને મોબાઈલમાં સોની લિવ (Sony LIV) એપ પર નિહાળી શકશે.
આ પણ વાંચો – India vs UAE Hong Kong Sixes 2026: UAEએ ટીમ ઈન્ડિયાને 6 વિકેટથી હરાવ્યું, સતત બીજી શરમજનક હાર!

📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *