Mohammed Shamiએ હસીન જહાનના ચૂંટણી લડવાના એલાન પર તોડ્યું મૌન!

📅 Published: October 31, 2026 | 📂 Category: cricket

ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમીની રાજકીય ઇનિંગ શરૂ કરવાની અટકળો અને તેમની પત્ની હસીન જ્યાં દ્વારા આપવામાં આવેલી ખુલ્લી ચેલેન્જે ઉત્તર પ્રદેશના રાજકારણમાં ભારે ચર્ચા જગાવી છે. છેલ્લા કેટલાક સમયથી અમરોહા બેઠક પરથી શમીના ચૂંટણી લડવાની અટકળો ચાલી રહી છે. આ વચ્ચે હસીન જહાંનએ જાહેર કર્યું હતું કે જો શમી અથવા તેમનો પરિવાર ચૂંટણી લડશે તો પોતે પણ તેમની સામે મેદાનમાં ઉતરશે. હવે આ સમગ્ર વિવાદ પર અંતે સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ પોતાનું મૌન તોડ્યું છે.

‘જેને જ્યાંથી લડવું હોય તે લડે, અમને કોઈ વાંધો નથી’

ઉત્તરાખંડના રૂરકીમાં ધારાસભ્ય ઉમેશ કુમાર સાથે મીડિયા સાથેની વાતચીત દરમિયાન જ્યારે શમીને તેમની પત્નીના ચૂંટણી પડકાર અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે અત્યંત સંતુલિત જવાબ આપ્યો. શમીએ કહ્યું, “જેને જ્યાંથી ચૂંટણી લડવી હોય તે લડે, અમને તેનાથી કોઈ વાંધો નથી. રાજકારણ એક ખુલ્લું મેદાન છે.” જોકે, શમીએ પોતે કે તેમના પરિવારમાંથી કોઈ ચૂંટણી લડશે કે કેમ તે અંગે હજુ પણ કોઈ સ્પષ્ટ જાહેરાત કરી નથી અને સસ્પેન્સ યથાવત રાખ્યું છે.

જયંત ચૌધરી સાથે મુલાકાતોનો દોર શરૂ, અમરોહા બેઠક પર નજર!

શમીના રાજકારણમાં આવવાની અટકળો ત્યારે વધુ તેજ બની, જ્યારે ગત સપ્ટેમ્બર મહિનામાં તેમણે રાષ્ટ્રીય લોકદળ (RLD) ના અધ્યક્ષ જયંત ચૌધરી સાથે મુલાકાત કરી હતી. જયંત ચૌધરીએ પોતે આ મુલાકાતની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. ત્યારથી જ શમીની અમરોહા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડવાની ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી.ગુરૂવારે આ ચર્ચાઓને ત્યારે વધુ વેગ મળ્યો જ્યારે શમીના મોટા ભાઈ હસીબ અહમદે પણ દિલ્હીમાં જયંત ચૌધરી સાથે મુલાકાત કરી. જોકે, હસીબે આને માત્ર ‘પારિવારિક મુલાકાત’ ગણાવી છે, પરંતુ તેમણે ચૂંટણી લડવાની શક્યતાઓનો સંપૂર્ણપણે ઇનકાર પણ કર્યો નથી.

હસીન જહાંનનો તીખો પ્રહાર: ‘હિંમત હોય તો લડીને બતાવે

બીજી તરફ શમીની પત્ની હસીન જહાંનના તેવર વધુ આક્રમક બન્યા છે. શમીના મૌન અને તેના ભાઈની જયંત ચૌધરી સાથેની મુલાકાત પર પ્રતિક્રિયા આપતા હસીને કહ્યું કે શમી કે તેના પરિવારની મારી સામે ચૂંટણી લડવાની કોઈ હેસિયત જ નથી.હસીન જહાંનએ સીધો પડકાર ફેંકતા કહ્યું, મારી જાહેરાત બાદ જ તેમની ચૂંટણી લડવાની હિંમત તૂટી ગઈ છે. જો તેમનામાં જરા પણ હિંમત હોય, તો અમરોહાથી મારી સામે ચૂંટણી લડીને બતાવે. અહીની જનતા તેમની અસલિયત સારી રીતે જાણે છે. માત્ર પૈસા અને ખોટી લોકપ્રિયતાના જોરે ચૂંટણી જીતી શકાતી નથી. હું કોઈપણ ભોગે તેમની સામે લડીશ અને તેમની ડિપોઝિટ ડૂલ કરાવીને જ રહીશ.”

આ પણ વાંચો – Vaibhav Sooryavanshiને બહાર રાખવા મુદ્દે પૂર્વ ક્રિકેટર ભડક્યો,‘બેન્ચ પર બેસાડવા કરતા ઘરે…!


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *