લાયસન્સ વગર ફટાકડા વેચનાર સામે કાર્યવાહી થશે:રાજુલા-જાફરાબાદમાં SDM અક્ષર વ્યાસે વેપારીઓ સાથે બેઠક કરી, ફાયર સેફ્ટી અને ટ્રાફિકના નિયમો પાળવા સૂચના આપી

📅 Published: October 31, 2026 | 📂 Category: gujarati-news

દિવાળી પહેલાં અમરેલી જિલ્લાના રાજુલા-જાફરાબાદ વિસ્તારમાં ફટાકડાના વેચાણ માટે SDM અક્ષર વ્યાસે વેપારીઓ સાથે બેઠક કરી. તેમણે લાયસન્સ વગર ફટાકડા વેચનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ચેતવણી આપી. પ્રાંત અધિકારી અક્ષર વ્યાસ અને મામલતદારની ટીમે સ્ટોલ માટે લાયસન્સ માગનારા વેપારીઓને વેચાણ અંગે માર્ગદર્શન આપ્યું. સ્ટોલ કયા વિસ્તારોમાં લગાવાશે તેની માહિતી પણ વેપારીઓ પાસેથી મેળવી. અક્ષર વ્યાસે જણાવ્યું કે ફટાકડાના સ્ટોલ માટે પ્રાંત કચેરીમાંથી પરવાનો લેવો જરૂરી છે. જાહેર સ્ટોલની આસપાસ લારીઓ રાખવા અંગે પણ તેમણે સૂચના આપી. દરેક સ્ટોલ પર ફાયર સેફ્ટીનાં સાધનો રાખવા અને ટ્રાફિકનું નિયંત્રણ જાળવવા વેપારીઓને કહેવામાં આવ્યું. ફટાકડાના સ્ટોલ પર તંત્રની ટીમો તપાસ કરશે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *