Bhavnagar : અદભુત સાહસ, શૌર્ય, શિસ્ત અને આકાશી કૌશલ્યની રોમાંચક આકર્ષક ઝલક માણવા મળી

📅 Published: October 31, 2026 | 📂 Category: gujarati-news

ભાવનગરના બોરતળાવ ખાતે ભારતીય વાયુસેના દ્વારા તા. 1/11/2026 ના રોજ યોજાનારા ભવ્ય સૂર્ય કિરણ એર શોના રિહર્સલ દરમિયાન વાયુસેનાના જવાનોના અદભુત સાહસ, શૌર્ય, શિસ્ત અને આકાશી કૌશલ્યની રોમાંચક ઝલક જોવા મળી હતી. ભારતીય વાયુસેનાની પ્રસિદ્ધ ક્કસૂર્ય કિરણ એરોબેટિક ટીમક્ર દ્વારા આકાશમાં વિવિધ પ્રકારના હવાઈ કરતબો અને અદભુત ફોર્મેશનનું નિદર્શન કરવામાં આવ્યું હતું. આકાશમાં વિમાનોની ગતિ, ચોકસાઈ, તાલમેલ અને પાઇલટ્સની કુશળતાએ એર શોના રિહર્સલને યાદગાર બનાવ્યો હતો. એર શોના રિહર્સલ દરમિયાન વિમાનો દ્વારા આકાશમાં વિવિધ આકર્ષક રચનાઓ કરવામાં આવી હતી. વિમાનોના એકસાથે ઉડાન ભરવાના અને અદભુત ફોર્મેશન રચવાના દૃશ્યોએ ઉપસ્થિત લોકોમાં રોમાંચ જગાવ્યો હતો. આ રિહર્સલ દ્વારા ભારતીય વાયુસેનાના જવાનોની સખત તાલીમ, અદભુત કૌશલ્ય અને દેશની સુરક્ષા માટેની તેમની પ્રતિબદ્ધતાની ઝલક જોવા મળી હતી. કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણિયા એ ઉપસ્થિત રહીને સમગ્ર કાર્યક્રમનું રિહર્સલ નિહાળ્યું હતું. તેમજ જણાવ્યું હતું કે બોરતળાવ ખાતે તા. 1/11/2026 ના રોજ યોજાનારા આ એર શો દ્વારા ભાવનગરના નાગરિકોને ભારતીય વાયુસેનાની વીરતા, પરંપરા, શિસ્ત અને પ્રતિષ્ઠાનો નજીકથી પરિચય કરાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ આયોજન યુવાનોમાં રાષ્ટ્રસેવાની ભાવના અને દેશભક્તિને નવી ઊંચાઈએ લઈ જવા માટે પ્રેરણારૂપ બની રહેશે તેમજ ભાવનગરના નાગરિકોને એર શો નિહાળવા માટે આમંત્રણ પાઠવ્યું હતું. આ ધારાસભ્ય સેજલબેન પંડયા, કમિશનર ડો. નરેન્દ્રકુમાર મીના, દિવ્યેશભાઈ સોલંકી, જિલ્લા વિકાસ અધિકારી, નિવાસી અધિક કલેક્ટર સહિત પદાધિકારીઓ, અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *