ટ્રમ્પનો 'વૉલ સ્ટ્રીટ જર્નલ' સામેનો માનહાનિ કેસ ફગાવાયો:ન્યાયાધીશે કહ્યું- દલીલો પાયાવિહોણી; અહેવાલમાં ટ્રમ્પ અને એપસ્ટીન વચ્ચે સંબંધ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો

📅 Published: November 1, 2026 | 📂 Category: International

અમેરિકાની એક અદાલતે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ‘વૉલ સ્ટ્રીટ જર્નલ’ અખબાર અને તેના માલિક રૂપર્ટ મર્ડોક વિરુદ્ધ દાખલ કરેલો અબજો ડૉલરનો માનહાનિનો કેસ ફગાવી દીધો છે. અખબારે એક અહેવાલમાં દાવો કર્યો હતો કે ટ્રમ્પના બદનામ અમીર વેપારી જેફ્રી એપસ્ટીન સાથે સંબંધો હતા. અહેવાલ મુજબ, વર્ષ 2003માં એપસ્ટીનના 50મા જન્મદિવસના એક આલ્બમમાં એક પત્ર મળ્યો હતો, જેના પર ટ્રમ્પનું નામ લખેલું હતું. આ પત્રમાં નિવસ્ત્ર મહિલાનું એક સ્કેચ બનાવેલું હતું અને અંતે જન્મદિવસની શુભેચ્છા પાઠવવામાં આવી હતી. ટ્રમ્પે તેને ખોટું ગણાવતાં કહ્યું હતું કે તેમણે આવો કોઈ પત્ર લખ્યો નથી અને તેનાથી તેમની છબીને ભારે નુકસાન થયું છે. પરંતુ મિયામીના જજ ડેરિન ગેલ્સે કેસ રદ કરી દીધો. જજે કહ્યું કે ટ્રમ્પ એ સાબિત કરી શક્યા નથી કે અખબારે જાણીજોઈને દુર્ભાવનાથી આ સમાચાર પ્રકાશિત કર્યા હતા. તેમની દલીલો પાયાવિહોણી હતી. ન્યાયાધીશે કહ્યું- ટ્રમ્પની દલીલો પાયાવિહોણી ન્યાયાધીશે એમ પણ કહ્યું કે ટ્રમ્પ જાણીજોઈને અખબારની તપાસમાં ખામીઓ શોધવાનો પ્રયાસ કરી રહ્યા હતા. અદાલતે આ ચુકાદો કાયમી ધોરણે સંભળાવ્યો છે, એટલે કે ટ્રમ્પ હવે આ મામલાને ફરીથી અદાલતમાં લઈ જઈ શકશે નહીં. યૌન અપરાધી એપ્સ્ટીન કરોડપતિ ફાઇનાન્સર હતો જેફ્રી એપ્સ્ટીન ન્યૂયોર્કનો કરોડપતિ ફાઇનાન્સર હતો. તેની મોટા નેતાઓ અને સેલિબ્રિટીઝ સાથે મિત્રતા હતી. તેના પર 2005માં સગીર યુવતીનું યૌન શોષણ કરવાનો આરોપ લાગ્યો હતો. 2008માં તેને સગીર પાસેથી સેક્સની માંગણી કરવાનો દોષી ઠેરવવામાં આવ્યો હતો. તેને 13 મહિનાની જેલની સજા થઈ હતી. 2019માં જેફ્રીની સેક્સ ટ્રાફિકિંગના આરોપોમાં ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ ટ્રાયલ પહેલાં જ તેણે જેલમાં આત્મહત્યા કરી લીધી હતી. તેની પાર્ટનર ઘિસલેન મેક્સવેલને 2021માં તેને મદદ કરવાના આરોપમાં દોષી ઠેરવવામાં આવી હતી. તે 20 વર્ષની સજા ભોગવી રહી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *