ICC ટેસ્ટ રેન્કિંગમાં મોટો ઉલટફેર! ઓસ્ટ્રેલિયા બીજા નંબરે, ભારતને કેટલું નુકસાન?

📅 Published: November 1, 2026 | 📂 Category: cricket

દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી 3 મેચની ટેસ્ટ શ્રેણી બાદ ICC ટેસ્ટ ટીમ રેન્કિંગમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે.સીરિઝની નિર્ણાયક મેચમાં દક્ષિણ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને 176 રનથી હરાવીને સીરિઝ 2-1થી પોતાના નામે કરી હતી.આ હારની અસર ઓસ્ટ્રેલિયાની રેન્કિંગ પર પણ પડી છે.લાંબા સમયથી પ્રથમ સ્થાન પર રહેલી ઓસ્ટ્રેલિયાની ટીમ હવે બીજા સ્થાને સરકી ગઈ છે.જ્યારે દક્ષિણ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને પાછળ છોડીને ટેસ્ટ ક્રિકેટમાં નંબર-1નું સ્થાન મેળવી લીધું છે.

ICC ટેસ્ટ ટીમ રેન્કિંગમાં મોટો ફેરફાર 

આ સફળતા દક્ષિણ આફ્રિકા માટે ખાસ છે, કારણ કે ટીમે લગભગ 10 વર્ષના લાંબા સમયગાળા બાદ ICC ટેસ્ટ ટીમ રેન્કિંગમાં ફરી પ્રથમ સ્થાન મેળવ્યું છે. આ સાથે જ ટેસ્ટ ક્રિકેટમાં ટોચના સ્થાને મોટો ફેરફાર થયો છે.

ઓસ્ટ્રેલિયાને પછાડીને દક્ષિણ આફ્રિકા નંબર-1

દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણી શરૂ થતાં પહેલાં ઓસ્ટ્રેલિયાની ટીમ 126 રેટિંગ પોઇન્ટ્સ સાથે ICC ટેસ્ટ રેન્કિંગમાં પ્રથમ સ્થાને હતી. જ્યારે દક્ષિણ આફ્રિકા 119 રેટિંગ પોઇન્ટ્સ સાથે બીજા સ્થાને હતી.જોકે, શ્રેણીની અંતિમ બંને મેચમાં દક્ષિણ આફ્રિકાએ શાનદાર પ્રદર્શન કરીને ઓસ્ટ્રેલિયાને હાર આપી હતી. હવે ICC દ્વારા જાહેર કરવામાં આવેલી નવીનતમ ટેસ્ટ ટીમ રેન્કિંગમાં દક્ષિણ આફ્રિકા 124 રેટિંગ પોઇન્ટ્સ સાથે પ્રથમ સ્થાને પહોંચી ગયું છે.બીજી તરફ જૂન 2024થી નંબર-1નું સ્થાન જાળવી રાખનાર ઓસ્ટ્રેલિયાની ટીમ હવે 122 રેટિંગ પોઇન્ટ્સ સાથે બીજા સ્થાને સરકી ગઈ છે. આ રીતે માત્ર એક શ્રેણીના પરિણામે ટેસ્ટ ક્રિકેટની ટોચની બે ટીમોના સ્થાન બદલાઈ ગયા છે.

ICC Test Team Rankings Top 10

ભારતીય ટીમ ચોથા સ્થાને, ન્યૂઝીલેન્ડ ત્રીજા ક્રમે

ICC ટેસ્ટ ટીમ રેન્કિંગમાં પ્રથમ બે સ્થાન સિવાય અન્ય ટીમોની સ્થિતિમાં કોઈ ફેરફાર થયો નથી. ન્યૂઝીલેન્ડની ટીમ 106 રેટિંગ પોઇન્ટ્સ સાથે ત્રીજા સ્થાને છે. જ્યારે ભારતીય ટીમ 105 રેટિંગ પોઇન્ટ્સ સાથે ચોથા ક્રમે છે.ઇંગ્લેન્ડની ટીમ 102 રેટિંગ પોઇન્ટ્સ સાથે પાંચમા સ્થાને છે. વર્ષ 2026માં ઇંગ્લેન્ડનું પ્રદર્શન અપેક્ષા પ્રમાણે રહ્યું નથી. બીજી તરફ બાંગ્લાદેશની ટીમ 77 રેટિંગ પોઇન્ટ્સ સાથે છઠ્ઠા સ્થાને છે.

દક્ષિણ આફ્રિકાએ ફરી સાબિત કરી પોતાની તાકાત

ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીમાં દક્ષિણ આફ્રિકાએ જે રીતે વાપસી કરી તેનાથી તેની મજબૂતાઈનો પરિચય મળ્યો છે. પ્રથમ ટેસ્ટમાં હાર્યા બાદ ટીમે સતત બે મેચ જીતીને શ્રેણી પોતાના નામે કરી હતી. હવે ICC ટેસ્ટ રેન્કિંગમાં નંબર-1નું સ્થાન મેળવીને દક્ષિણ આફ્રિકાએ ટેસ્ટ ક્રિકેટમાં પોતાની તાકાત ફરી સાબિત કરી છે.ભારતીય ટીમ હાલમાં ચોથા સ્થાને છે અને ટોચના સ્થાને પહોંચવા માટે તેને આગામી ટેસ્ટ શ્રેણીઓમાં શાનદાર પ્રદર્શન કરવું પડશે. હવે જોવાનું એ રહેશે કે દક્ષિણ આફ્રિકા પોતાનું નંબર-1નું સ્થાન કેટલો સમય જાળવી શકે છે અને ભારત રેન્કિંગમાં આગળ વધી શકશે કે નહીં.

આ પણ વાંચો – IND A vs NZ A 2nd Test : 4 કલાકમાં પલટાઈ મેચની બાજી! જુરેલની સદી અને આકાશ દીપનો ઐતિહાસિક કમાલ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *