Junagadhના કંકાસા ગામે વીજલાઇનને લઈને બબાલ, મંજૂરી વગર ખેતરોમાં કામગીરી શરૂ કરતા ખેડૂતોનો મોરચો

📅 Published: November 1, 2026 | 📂 Category: Crime

જૂનાગઢ જિલ્લાના કંકાસા ગામે તંત્રની કામગીરી સામે સ્થાનિક ખેડૂતોમાં ભારે રોષ અને આક્રોશ જોવા મળી રહ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ, ખેડૂતોની મંજૂરી કે જાણ બહાર તેમની માલિકીની જમીનમાં વીજલાઇન નાખવાની કામગીરી અચાનક શરૂ કરી દેવામાં આવી હતી. ખેડૂતોનો સીધો આક્ષેપ છે કે તંત્ર અથવા સંબધિત વીજ કંપની દ્વારા જમીન માલિકો સાથે કોઈ જ પ્રકારની પૂર્વ ચર્ચા કે પરામર્શ કરવામાં આવ્યો નથી અને મનસ્વી રીતે વીજલાઇન પસાર કરવાની કામગીરી ધમધમાવવામાં આવી રહી છે.

ખેડૂતોએ સ્થળ પર પહોંચી મચાવ્યો હોબાળો

જમીનમાં કોઈ પણ પ્રકારની સત્તાવાર મંજૂરી કે વળતરની સ્પષ્ટતા વિના વીજપોલ અને લાઈન નાખવાની બાતમી મળતા જ કંકાસા ગામના ખેડૂતો મોટી સંખ્યામાં સ્થળ પર દોડી આવ્યા હતા અને ભારે હોબાળો મચાવ્યો હતો. ખેડૂતોએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તેમની માલિકીની જમીનમાંથી તેમની મરજી વિરુદ્ધ આ પ્રકારે લાઈન પસાર કરવાથી ખેતીની જમીન અને પાકને વ્યાપક નુકસાન થશે. તંત્રની આ પ્રકારની અન્યાયી અને એકતરફી કામગીરી સામે અનેક ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે કે શું ખેડૂતોના હકો આ રીતે જ છીનવી લેવામાં આવશે?   

ખેડૂતોમાં ચિંતાનો માહોલ

આ ગંભીર વિવાદને પગલે ખેડૂતો દ્વારા વહીવટી તંત્ર સમક્ષ ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે કે આ ગેરકાયદેસર અને મનસ્વી કામગીરી તાત્કાલિક ધોરણે અટકાવવામાં આવે. જો વહેલી તકે આ બાબતે યોગ્ય ન્યાયિક અને કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવે તો ખેડૂતો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી છે. તહેવારોની મોસમમાં અન્નદાતાઓને આ પ્રકારે પડતી મુશ્કેલીઓથી ખેડૂત આલમમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

આ પણ વાંચો : Gandhinagar News : જેલના સળિયા પાછળથી પરિવારના આંગણે! સરકારના નિર્ણયથી 143 કેદીઓ પરિવાર સાથે મનાવશે દિવાળી


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *