બોટાદમાં એક વર્ષથી વધુ સમયથી રોડની કામગીરી અધૂરી:ઢાકણીયા રોડથી ફાડરના મેલડી માતાજીના મંદિર સુધીનો આશરે 5 કિમીનો રસ્તો અધૂરો, ખેડૂતો અને વાહનચાલકોમાં ભારે રોષ

📅 Published: November 1, 2026 | 📂 Category: gujarati-news

બોટાદમાં ઢાકણીયા રોડથી ફાડરના મેલડી માતાજીના મંદિર સુધીનો આશરે 5 કિલોમીટરનો રોડ એક વર્ષથી વધુ સમયથી અધૂરો રહેતા ખેડૂતો અને વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રોડ પર કપચી અને મોટા પથ્થરો પાથરીને કામગીરી અધવચ્ચે જ છોડી દેવામાં આવી હોવાના કારણે સ્થાનિક લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. 200 જેટલા ખેડૂતોને અવરજવરમાં મુશ્કેલી
આ રસ્તા પરથી આશરે 200 જેટલા ખેડૂતોની અવરજવર રહે છે. ખેડૂતોને પોતાની ખેતપેદાશોની હેરફેર તેમજ ખેતીકામ માટે અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે. બીજી તરફ, રસ્તા પર પથરાયેલી કપચી અને પથ્થરોના કારણે વાહનચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. મેલડી માતાજીના મંદિરે દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓને પણ હાલાકી ભોગવવી પડી રહી છે. વારંવાર રજૂઆત છતાં કામગીરી પૂર્ણ નહીં
ખેડૂતો અને સ્થાનિકોનો આક્ષેપ છે કે રોડની કામગીરી પૂર્ણ કરવા માટે સંબંધિત અધિકારીઓને વારંવાર લેખિત રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં એક વર્ષથી વધુ સમય વીતી જવા છતાં રોડ બનાવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી નથી. તંત્રની આ બેદરકારીને કારણે સ્થાનિક લોકોમાં નારાજગી વધી રહી છે. ખેડૂતો રસ્તા પર ઉતરી વિરોધ નોંધાવ્યો
રોડની અધૂરી કામગીરીથી ત્રસ્ત બનેલા ખેડૂતો અને સ્થાનિકો એકત્રિત થયા હતા અને રસ્તા પર સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોએ તંત્ર સામે રોષ વ્યક્ત કરી તાત્કાલિક ધોરણે રોડની કામગીરી પૂર્ણ કરવાની માંગ કરી હતી. હવે જોવાનું એ રહ્યું કે ખેડૂતોના વિરોધ અને વારંવારની રજૂઆતો બાદ બોટાદનું તંત્ર ક્યારે જાગે છે અને આ રસ્તા પરથી પસાર થતા ખેડૂતો, વાહનચાલકો તથા દર્શનાર્થીઓને મુશ્કેલીમાંથી ક્યારે મુક્તિ મળે છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *