Annu Kapoor: અન્નુ કપૂરે વિરોધ પ્રદર્શન કરનારાઓને સંભળાવ્યું, કહ્યું- હિંસાનો અધિકાર કોઈને નથી

📅 Published: November 1, 2026 | 📂 Category: India National

બોલિવૂડ અભિનેતા અન્નુ કપૂર હંમેશા પોતાના વિચારો ખુલ્લેઆમ રજૂ કરતા આવ્યા છે. હવે તેમણે સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકો પર નિશાન સાધ્યું છે. અન્નુ કપૂરે કહ્યું કે લોકશાહીમાં દરેક વ્યક્તિને વિરોધ કરવાનો અધિકાર છે, પરંતુ કોઈને પણ હિંસા કરવાનો અધિકાર નથી.

તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર સંપૂર્ણ વિશ્વાસ હોવાની વાત પણ કહી હતી. અન્નુ કપૂરના જણાવ્યા અનુસાર, જ્યારે વિરોધ પ્રદર્શન હિંસક બની જાય છે, ત્યારે આવી સ્થિતિને નિયંત્રિત કરવાનો અધિકાર દરેક સરકાર પાસે હોય છે.

લોકશાહી અંગે શું બોલ્યા અન્નુ કપૂર?

આ મુદ્દે સમાચાર એજન્સી સાથે વાત કરતા અન્નુ કપૂરે કહ્યું કે આ ખૂબ જ બાલિશ વિચાર છે. જો કોઈ વ્યક્તિ સરકાર બદલવા માંગતી હોય અથવા કોઈ નેતૃત્વથી ખુશ ન હોય, તો લોકશાહીમાં તેની પાસે ચૂંટણીમાં મતદાન કરવાનો વિકલ્પ છે. તે પોતાના મત દ્વારા સરકાર બદલી શકે છે.

લોકશાહી અધિકારોનું મહત્વ સમજાવતા તેમણે વધુમાં કહ્યું કે, લોકશાહીને કારણે જ તમે વિરોધ કરી શકો છો. જો દેશમાં લોકશાહી ન હોત, તો વિરોધ કરનારાઓ જેલમાં નહીં, પરંતુ બીજી કોઈ જગ્યાએ હોત. તેમણે કહ્યું કે ભારતીયો માટે એ સૌભાગ્યની વાત છે કે દેશના પવિત્ર બંધારણે દરેક નાગરિકને વિરોધ કરવાનો અધિકાર આપ્યો છે.

સરકાર અંગે શું બોલ્યા અન્નુ કપૂર?

અભિનેતા અન્નુ કપૂરે વધુમાં કહ્યું કે જ્યારે વિરોધ પ્રદર્શન હિંસક બની જાય અથવા સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડવામાં આવે, ત્યારે સરકારને કાર્યવાહી કરવાનો સંપૂર્ણ અધિકાર છે. તેમણે કહ્યું કે જ્યારે વિરોધ બળવામાં અને બળવો હંગામામાં ફેરવાઈ જાય છે, ત્યારે સત્તામાં રહેલી સરકાર આવી સ્થિતિને પહોંચી વળવા પગલાં લઈ શકે છે. સરકારી સંપત્તિને નુકસાન થાય કે રમખાણો ફાટી નીકળે તો સરકાર તેની સામે કાર્યવાહી કરશે. દરેક સરકારે આવી પરિસ્થિતિમાં પગલાં લીધાં છે.

<a href="

==” target=”_blank”>

==

અન્નુ કપૂરે કહ્યું કે તેમને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર સંપૂર્ણ વિશ્વાસ છે. તેમણે સ્પષ્ટતા કરી કે કેટલાક લોકોને લાગે છે કે તેઓ રાજ્યસભાની બેઠક મેળવવા માટે સરકારનું સમર્થન કરે છે. જોકે, તેમણે કહ્યું કે તેમને ન તો રાજ્યસભામાં બેઠક જોઈએ છે અને ન તો સ્વર્ગમાં કોઈ સ્થાન મેળવવાની ઈચ્છા છે.

અન્નુ કપૂરનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે વિપક્ષી પક્ષો ચૂંટણી પંચ અને મતદાર યાદીની ખાસ સઘન સુધારણા પ્રક્રિયા (SIR)નો વિરોધ કરી રહ્યા છે. તેમના આ નિવેદન બાદ વિરોધ કરવાના અધિકાર અને સરકારના વલણને લઈને નવી ચર્ચા શરૂ થઈ છે.

વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ : https://sandesh.com/d


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *