અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે ઇઝરાઇલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે ફોન પર વાતચીત કરી હતી. આ માહિતી વોલ સ્ટ્રીટ જર્નલે આપી છે. ત્યારબાદ રવિવારે ટ્રમ્પે પત્રકારો સાથે વાતચીત કરતાં જણાવ્યું કે ઈરાનના પરમાણુ કાર્યક્રમ સાથે જોડાયેલા એક કે બે ઠેકાણાં પર હજુ હુમલો કરવાનો બાકી છે. તેમાં પિકૈક્સ માઉન્ટેન પણ સામેલ છે. આ દરમિયાન, અમેરિકન ન્યૂઝ ચેનલ MS NOWએ જણાવ્યું કે વોશિંગ્ટને ખાડી દેશોને ઈરાન પર નવા હુમલાઓ માટે તૈયાર રહેવા કહ્યું છે. આ હુમલાઓ 4 નવેમ્બરથી શરૂ થઈ શકે છે. આ તારીખ અમેરિકામાં યોજાનારી મિડટર્મ ચૂંટણીના બીજા દિવસની છે. અમેરિકા અને ઇઝરાઇલ હુમલાની તૈયારીમાં અમેરિકન મીડિયા રિપોર્ટ્સ મુજબ, અમેરિકાએ હાલના અઠવાડિયાઓમાં પશ્ચિમ એશિયામાં એર ડિફેન્સ સિસ્ટમ, દારૂગોળો અને સૈન્ય સાધનોની તૈનાતી વધારી છે. સાથે જ, તેણે પોતાના સૈનિકો અને સૈન્ય સામાનને તે ઠેકાણાઓ પરથી અન્ય સ્થળે ખસેડવાનું શરૂ કર્યું છે, જ્યાં ઈરાન હુમલો કરી શકે છે. અમેરિકન સંરક્ષણ અધિકારીઓનું માનવું છે કે અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ અને ઇઝરાયલે હુમલાની તૈયારી કરી લીધી છે. ઇઝરાયલી ન્યૂઝ ચેનલ KAN મુજબ, ગયા અઠવાડિયે અમેરિકાના 10 સૈન્ય માલવાહક વિમાનો ઇઝરાયેલ પહોંચ્યાં હતાં. આ વિમાનોમાં હવાઈ હુમલાથી બચાવ માટે જરૂરી સાધનો હોવાની વાત કહેવામાં આવી રહી છે. તેનો ઉપયોગ ક્ષેત્રમાં અમેરિકા અને તેના સહયોગી દેશોના સૈન્ય ઠેકાણાઓની સુરક્ષા માટે કરવામાં આવશે. આ પહેલાં, બે અઠવાડિયા પહેલા ઇઝરાયલના અનેક ફાઈટર પ્લનોએ ઈરાનની સરહદ સુધી ઉડાન ભરી હતી અને પછી પાછાં ફર્યાં હતાં. એક્સિયોસના અહેવાલ મુજબ, આ એક સૈન્ય અભ્યાસનો ભાગ હતો મિડટર્મ ચૂંટણી સુધી હુમલો ટાળ્યો ટ્રમ્પ આ દિવસોમાં 3 નવેમ્બરે યોજાનારી અમેરિકાની મિડટર્મ ચૂંટણીના પ્રચાર અભિયાનમાં વ્યસ્ત છે. આ ચૂંટણીમાં અમેરિકી સંસદ માટે પ્રતિનિધિઓ ચૂંટાશે. ઈરાન સાથેનું યુદ્ધ અને અમેરિકામાં ઈંધણના વધતા ભાવો રિપબ્લિકન પાર્ટી માટે ચિંતાનો વિષય બની રહ્યા છે. ટ્રમ્પ ચૂંટણીના છેલ્લા દિવસોમાં પોતાની પાર્ટીનું સમર્થન વધારવા માંગે છે. આ જ કારણસર અમેરિકાએ ઈરાન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી કરવાની તારીખ આગળ ધપાવી છે. અહેવાલો અનુસાર, ઈરાન પણ અમેરિકન ચૂંટણી પહેલાં વાતચીતને જાણીજોઈને લાંબી ખેંચી રહ્યું છે. રૂબિયો બોલ્યા- ટ્રમ્પ વાતચીત દ્વારા મામલો ઉકેલવા માંગે છે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ શનિવારે એટલાન્ટામાં G20ની પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે ટ્રમ્પે ઈરાન પર ફરીથી હુમલો કરવાનો હજુ કોઈ નિર્ણય લીધો નથી. તેમણે કહ્યું કે, ટ્રમ્પ હાલમાં વાતચીત દ્વારા મામલો ઉકેલવા માંગે છે, પરંતુ જરૂર પડ્યે અમેરિકા સૈન્ય કાર્યવાહી પણ કરી શકે છે. રૂબિયોએ ઈરાન પર આરોપ મૂક્યો કે તે પોતાની માગણીઓ મનાવવા માટે જહાજો પર હુમલા કરવા અને પડોશી દેશોના તેલ-ગેસ ઠેકાણાઓને નષ્ટ કરવાની ધમકી આપી રહ્યું છે. ઈરાને કહ્યું- વાતચીત માટે પણ તૈયાર, યુદ્ધ માટે પણ ઈરાને પણ હુમલાનો જવાબ આપવાની ચેતવણી આપી છે. તેહરાનથી જાહેર કરાયેલા એક નિવેદન મુજબ, ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનીએ સૈન્ય કમાન્ડરોને કોઈપણ નવા હુમલાનો તાત્કાલિક અને જોરદાર જવાબ આપવા માટે તૈયાર રહેવાનો આદેશ આપ્યો છે. તેમણે કહ્યું છે કે જવાબી કાર્યવાહીની કોઈ ભૌગોલિક મર્યાદા રહેશે નહીં. એટલે કે ઈરાન જરૂર પડ્યે કોઈપણ વિસ્તારમાં આવેલા દુશ્મનના ઠેકાણાઓને નિશાન બનાવી શકે છે. ઈરાનના સેનાપ્રમુખ જનરલ અલી અબ્દોલ્લાહીએ પણ ચેતવણી આપી છે કે તેમના દેશે સંભવિત નિશાનોની યાદી વધારી દીધી છે. અમેરિકા તરફથી વધુ એક હુમલો થયો તો ઈરાન મોટા પાયે જવાબી કાર્યવાહી કરશે. અમેરિકા સાથેની વાતચીતમાં ઈરાનની ત્રણ મોટી માગણીઓ તેલ વેચવાની છૂટ ફરીથી લાગુ થાય: ઈરાન ઈચ્છે છે કે અમેરિકા તેને પહેલાંની જેમ તેલ વેચવાની છૂટ આપે. આર્થિક પ્રતિબંધો હટાવવામાં આવે: ઈરાન પર લાદવામાં આવેલા અમેરિકન પ્રતિબંધો દૂર કરવામાં આવે, જેથી તેની અર્થવ્યવસ્થાને રાહત મળે. કતારમાં જમા 6 અબજ ડૉલર પરત મળે: ઈરાન ઈચ્છે છે કે કતારમાં રોકવામાં આવેલી તેની લગભગ 6 અબજ ડૉલરની રકમ તેને પરત આપવામાં આવે. ઈરાન યુદ્ધ ગૂગલ પર ટ્રેન્ડ કરી રહ્યું છે… સ્રોત- ગૂગલ ટ્રેન્ડ્સ ————————–
4 નવેમ્બરે થશે મહાયુદ્ધ?:ટ્રમ્પે નેતન્યાહૂ સાથે ફોન પર વાત કરી, કહ્યું- ઈરાનના એક-બે ઠેકાણા ઉડાવવાના બાકી; ઇરાને પણ વળતા હુમલાની તૈયારી બતાવી
📅 Published: November 1, 2026 |
📂 Category: International
