Hong Kong Super Sixes : ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને ધૂળ ચટાડી! અફધાનિસ્તાને રચ્યો ઈતિહાસ

📅 Published: November 1, 2026 | 📂 Category: cricket

હૉંગકોંગ સુપર સિક્સેસ 2026 ટૂર્નામેન્ટમાં અફઘાનિસ્તાનની ટીમે ઐતિહાસિક સફળતા મેળવી છે. 1 નવેમ્બરના રોજ મોંગ કોકના મિશન રોડ ગ્રાઉન્ડ પર રમાયેલી ફાઇનલ મેચમાં અફઘાનિસ્તાને ઓસ્ટ્રેલિયાને 4 વિકેટથી હરાવીને પ્રથમ વખત આ ટૂર્નામેન્ટનો ખિતાબ પોતાના નામે કર્યો છે. ગુલબદીન નાયબની કેપ્ટનશિપ હેઠળ અફઘાન ટીમે શાનદાર પ્રદર્શન કરીને ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને પરાજય આપ્યો હતો.ફાઇનલમાં પ્રથમ બેટિંગ કરતાં ઓસ્ટ્રેલિયાની ટીમે 6 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 115 રન બનાવ્યા હતા. જવાબમાં અફઘાનિસ્તાને માત્ર 5.1 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. અફઘાનિસ્તાનની આ જીતમાં ઇમરાન નઝીરની તોફાની બેટિંગ સૌથી મહત્વપૂર્ણ રહી હતી.

ઇમરાન નઝીરે 14 બોલમાં ફટકારી 53 રનની અણનમ ઇનિંગ

અફઘાનિસ્તાનને ચેમ્પિયન બનાવવામાં ઇમરાન નઝીરની વિસ્ફોટક ઇનિંગે મોટી ભૂમિકા ભજવી હતી. 116 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી અફઘાન ટીમની શરૂઆત સારી રહી નહોતી. ટીમે 15 રનના સ્કોર પર કરીમ જનતની પ્રથમ વિકેટ ગુમાવી હતી. ત્યારબાદ 32 રનના સ્કોર પર કેપ્ટન ગુલબદીન નાયબ પણ 17 રન બનાવીને આઉટ થયો હતો.આવી મુશ્કેલ પરિસ્થિતિમાં ઇમરાન નઝીરે મેદાનમાં ઉતરીને જવાબદારી સંભાળી હતી. તેણે આક્રમક બેટિંગ કરીને ઓસ્ટ્રેલિયાના બોલરોની મુશ્કેલી વધારી દીધી હતી. ઇમરાને માત્ર 14 બોલમાં 53 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 7 છગ્ગા અને 2 ચોગ્ગા ફટકાર્યા હતા.બીજી તરફ ફરમાઉલ્લાહ સૈફીએ પણ 26 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. ઇમરાન નઝીર અને ફરમાઉલ્લાહ વચ્ચે ત્રીજી વિકેટ માટે માત્ર 21 બોલમાં 87 રનની અણનમ ભાગીદારી થઈ હતી. આ ભાગીદારીએ અફઘાનિસ્તાનને માત્ર 5.1 ઓવરમાં જીત અપાવી હતી.

ગ્રુપ સ્ટેજથી ફાઇનલ સુધી અફઘાનિસ્તાન અજેય

હૉંગકોંગ સુપર સિક્સેસ 2026માં અફઘાનિસ્તાનની ટીમે શરૂઆતથી જ શાનદાર રમત બતાવી હતી. ગ્રુપ સ્ટેજથી લઈને ફાઇનલ સુધી ટીમનો વિજયરથ અટક્યો નહોતો.ગ્રુપ સ્ટેજમાં અફઘાનિસ્તાને દક્ષિણ આફ્રિકાને 3 વિકેટથી હરાવીને પોતાના અભિયાનની શરૂઆત કરી હતી. ત્યારબાદ ઓમાન સામે 4 વિકેટથી જીત મેળવીને સેમિફાઇનલમાં સ્થાન નિશ્ચિત કર્યું હતું.સેમિફાઇનલમાં અફઘાનિસ્તાનનો મુકાબલો સ્કોટલેન્ડ સામે થયો હતો. આ મેચમાં પણ અફઘાન ટીમે શાનદાર પ્રદર્શન કરતાં 21 રનથી જીત મેળવી હતી. ત્યારબાદ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને પ્રથમ વખત ખિતાબ જીતવાની સિદ્ધિ મેળવી હતી.

પ્રથમ વખત ચેમ્પિયન બની અફઘાનિસ્તાનની ટીમ

અફઘાનિસ્તાન માટે આ જીત ઘણી ખાસ છે. ટીમે આખી ટૂર્નામેન્ટમાં સતત સારું પ્રદર્શન કરીને પોતાનો દબદબો જાળવી રાખ્યો હતો. ફાઇનલમાં ઇમરાન નઝીરની વિસ્ફોટક ઇનિંગે ટીમની જીત આસાન બનાવી દીધી હતી.આ જીત સાથે અફઘાનિસ્તાને પ્રથમ વખત હૉંગકોંગ સુપર સિક્સેસનો ખિતાબ પોતાના નામે કર્યો છે. હવે ઇમરાન નઝીરની 14 બોલમાં 53 રનની ઇનિંગ આ ટૂર્નામેન્ટની યાદગાર ઇનિંગ્સમાં સામેલ થઈ ગઈ છે.

આ પણ વાંચો – Gautam Gambhirની સ્પષ્ટ વાત, ‘મારું કામ બધાને ખુશ કરવાનું નથી‘


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *