Ahmedabad News: લીયા ગામમા તંત્ર દ્વારા મેગા ડિમોલિશન, દબાણ હટાવ ઝુંબેશ દરમિયાન ગરમાગરમી!

📅 Published: November 1, 2026 | 📂 Category: Crime

અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના લીયા ગામે તંત્ર દ્વારા વહેલી સવારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. લીયા ગામના સર્વે નંબર 109 પૈકીની જમીન પર વર્ષોથી ખડકાયેલા ગેરકાયદે બાંધકામો અને દબાણોને હટાવવાની કામગીરી ગ્રામ પંચાયત અને તાલુકા વિકાસ અધિકારી (TDO) ની ઉપસ્થિતિમાં શરૂ કરવામાં આવી હતી.

TDO અને પદાધિકારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી સર્જાઈ

દબાણ હટાવવાની આ ઝુંબેશ દરમિયાન વાતાવરણ તણાવપૂર્ણ બન્યું હતું. કામગીરી પૂરજોશમાં ચાલી રહી હતી ત્યારે જ તાલુકા વિકાસ અધિકારી (TDO) અને સ્થાનિક પદાધિકારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઘર્ષણ જોવા મળ્યું હતું. જોકે, પોલીસ કાફલો હાજર હોવાને કારણે મામલો વધુ બગડતા અટક્યો હતો અને પ્રશાસને પોતાની કામગીરી ચાલુ રાખી હતી.

Ahmedabad News: Mega Demolition in Liya Village of viramgam, TDO Clash and 50 Encroachments Removed

10થી વધુ દુકાનો અને વાડાઓ સહિત અંદાજે 50 દબાણો દૂર કરાયા

આ મેગા ડિમોલિશનની કાર્યવાહીમાં 3 જેસીબી મશીનો અને અન્ય સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરીને ગામમાં આવેલી 10 થી વધુ દુકાનો, 15 થી વધુ વાડાઓ અને રહેણાંક મકાનો સહિત આશરે 50 જેટલા ગેરકાયદે દબાણોને જમીનદોસ્ત કરવામાં આવ્યા હતા.

Ahmedabad News: Mega Demolition in Liya Village of viramgam, TDO Clash and 50 Encroachments Removed

હાઇકોર્ટની સુનાવણી પહેલા દબાણ દૂર કર્યાનો ગંભીર આરોપ

બીજી બાજુ, આ ડિમોલિશનની કાર્યવાહી સામે કેટલાક સવાલો પણ ઉઠ્યા છે. સ્થાનિકો અને પદાધિકારીઓ દ્વારા એવો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે કે, હાઇકોર્ટમાં આ અંગેની સુનાવણી આવવાની હતી, તેની ઠીક પહેલા જ તંત્ર દ્વારા એકતરફી નોટિસો આપીને આ ઉતાવળીયા પગલાં ભરવામાં આવ્યા છે. અગાઉ લીયા ગ્રામ પંચાયત દ્વારા દબાણ હટાવવા માટે નોટિસો ફટકારવામાં આવી હતી, પરંતુ અચાનક થયેલી આ કાર્યવાહીથી સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે.

આ પણ વાંચો: Ahmedabad News : દિવાળી ટાણે લાલ દરવાજા બજારમાં ગરમાગરમી! દબાણ હટાવવાની કાર્યવાહી સામે પાથરણાવાળાઓનો ઉગ્ર વિરોધ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *