Ahmedabad News: દિવાળી ટાણે ભદ્ર બજારમાં AMCની કડક કાર્યવાહી, 63 વસ્તુઓ જપ્ત કરી

📅 Published: November 1, 2026 | 📂 Category: gujarati-news

દિવાળીના તહેવાર નિમિત્તે અમદાવાદના ઐતિહાસિક ભદ્ર બજારમાં ખરીદી કરવા માટે મોટી સંખ્યામાં નાગરિકો અને ખરીદદારો ઉમટી પડતા હોય છે. નાગરિકોને અવરજવરમાં સરળતા રહે અને ટ્રાફિકની ગંભીર સમસ્યા ઊભી ન થાય તે હેતુસર ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (મધ્ય ઝોન) ના માર્ગદર્શન હેઠળ AMC ના મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા વિશેષ દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

સુપ્રીમ કોર્ટના આદેશનુસાર કેરેજ વે પરથી દબાણો દૂર કરાયા

નામદાર સુપ્રીમ કોર્ટના સ્પષ્ટ આદેશ અનુસાર વાહનવ્યવહારના માર્ગ (કેરેજ વે) પર કોઈપણ પ્રકારનું વેન્ડિંગ કે ગેરકાયદે દબાણ ન થાય અને જાહેર માર્ગો અવરોધમુક્ત રહે તે સુનિશ્ચિત કરવા માટે તા. 1 નવેમ્બર, 2026 ના રોજ આ સઘન ઝુંબેશ ચલાવવામાં આવી હતી. સ્થાનિક પોલીસના સહયોગથી રસ્તા પરના દબાણોને કડક કાર્યવાહી કરીને દૂર કરવામાં આવ્યા હતા.

વિશાળ ટીમ દ્વારા 63 જેટલી વસ્તુઓ કરાઈ જપ્ત

આ વિશેષ અભિયાનને સફળ બનાવવા માટે મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા 6 ઇન્સ્પેક્ટર અને સબ-ઇન્સ્પેક્ટર, 4 દબાણ ગાડીઓ તેમજ 25 મજૂરોની ટીમ તૈનાત કરવામાં આવી હતી. આ ડ્રાઇવ દરમિયાન રસ્તા પર નડતરરૂપ બનેલી કુલ 63 થી વધુ વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે, જેમાં 24 બેગ-ટ્રોલી, 4 છત્રી, 20 છત્રીના સ્ટેન્ડ, 5 કાપડની ડમી, પ્લાસ્ટિકના થેલા, લેન્ગીશ પોટલા, 2 નાની ખાટલી, 2 ખાટલા, લોખંડના સળિયા અને પ્લાસ્ટિકની ખુરશીઓનો સમાવેશ થાય છે.

<a href="

==” target=”_blank”>

==

નાગરિકોની સલામતી અને સુચારુ અવરજવર માટે તંત્ર સતત સક્રિય

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તહેવારોની મોસમમાં ભદ્ર બજાર સહિતના તમામ ભીડભાડવાળા વિસ્તારોમાં સામાન્ય જનતાની સુવિધા, સલામતી અને સુરક્ષિત અવરજવર જળવાઈ રહે તે માટે દબાણ નિયંત્રણની આ પ્રકારની કામગીરી આગામી દિવસોમાં પણ સતત ચાલુ રાખવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.

આ પણ વાંચો: Ahmedabad એરપોર્ટ પર બેંગકોકથી આવેલી ફ્લાઇટના બે મુસાફરો પાસેથી 13.012 કિલો હાઇડ્રોપોનિક્સ ગાંજો જપ્ત!


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *