Sahil-Muskan: ‘હું બનીશ જલ્લાદ…’ દીકરાના હત્યારાઓને ફાંસી આપવા સોરભની માતા તૈયાર, મકાનનું કરાવ્યું શુદ્ધિકરણ!

📅 Published: November 1, 2026 | 📂 Category: Crime

ઉત્તર પ્રદેશના મેરઠમાં સૌરભ રાજપૂત હત્યા કેસમાં હવે તેની માતાએ પણ આરોપી સાહિલ અને મુસ્કાનને ફાંસી આપવાની તૈયારી દર્શાવી છે. તેમણે કહ્યું કે જો સરકાર અને કોર્ટ મંજૂરી આપે તો તેઓ બંનેને ફાંસી આપવા માટે જલ્લાદ બનવા પણ તૈયાર છે.

કોર્ટ દ્વારા મુસ્કાન અને તેના પ્રેમી સાહિલને ફાંસીની સજા સંભળાવવામાં આવી હોવાનો અહેવાલ છે. બંને હાલમાં જેલમાં ફાંસીની તારીખની રાહ જોઈ રહ્યા છે. આ પહેલાં આગ્રાની અખિલ ભારતીય હિન્દુ મહાસભાનાં જિલ્લા અધ્યક્ષ મીરા રાઠોડે પણ સાહિલ અને મુસ્કાનને ફાંસી આપવા માટે જલ્લાદ બનવાની તૈયારી દર્શાવી હતી. આ અંગે તેમણે કોર્ટને પત્ર પણ લખ્યો હતો.

રવિવારે મીરા રાઠોડ પોતાના સમર્થકો સાથે સંગમનું પવિત્ર ગંગાજળ લઈને મેરઠ પહોંચ્યાં હતાં. તેમણે તે ભાડાના મકાનનું શુદ્ધિકરણ કર્યું હતું, જ્યાં સાહિલ અને મુસ્કાને સોરભ રાજપૂતની હત્યા કરી હતી. મંત્રોચ્ચાર સાથે મકાનના દરવાજાનું શુદ્ધિકરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ નાળિયેર વધેરી પૂજા-અર્ચના પણ કરવામાં આવી હતી.

મીરા રાઠોડે ફરી કરી ફાંસીની માગ

આ પ્રસંગે મીરા રાઠોડે મુસ્કાન અને સાહિલને વહેલી તકે ફાંસી આપવાની માગ ફરી દોહરાવી હતી. તેમણે કહ્યું કે બંનેને જેલમાં સરકારના મહેમાન બનાવીને રાખવામાં આવ્યા છે. જો તેમને જલ્લાદ બનાવી દેવામાં આવે તો તેઓ પોતાના હાથે બંનેને ફાંસી આપી દેશે. મીરા રાઠોડે વધુમાં કહ્યું કે લોકો સાવિત્રી-સત્યવાનના સંબંધનું ઉદાહરણ આપે છે, પરંતુ આ હત્યાકાંડે પતિ-પત્નીના પવિત્ર સંબંધને શરમમાં મૂકી દીધો છે.

માતાએ કહ્યું- બંનેને વહેલી તકે ફાંસી આપો

મકાનના શુદ્ધિકરણ બાદ મીરા રાઠોડ સમર્થકો સાથે સૌરભ રાજપૂતના ઘરે પહોંચ્યાં હતાં. અહીં તેમણે સૌરભની માતાને અહોઈ અષ્ટમીની પૂજાની સામગ્રી ભેટ આપી હતી. આ દરમિયાન સૌરભની માતાએ કહ્યું કે તેમના પુત્રની જે રીતે હત્યા કરવામાં આવી હતી, તેવી જ રીતે મુસ્કાન અને સાહિલને પણ ફાંસી આપવી જોઈએ. તેમણે બંનેને પોતાના હાથે ફાંસી આપવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે તેઓ બંનેને ફાંસીના માંચડે લટકતા જોવા માગે છે.

વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ : https://sandesh.com/d


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *