31 ઓક્ટોબરની રાત હતી. ઘડિયાળમાં 10નો સમય બતાવી રહ્યો હતો અને રાજકોટ LCB ઝોન-2ની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન પેટ્રોલિંગ ટીમના ફોનની રિંગ વાગી. સામેની વ્યક્તિએ વાત કરવાનું શરુ કરતા કહ્યું કે, કાલાવડ રોડ કોસ્મોપ્લેક્ષ સિનેમા સામે આવેલી સરાઝા હોટેલના બીજા માળે આવેલા બેન્કવેટ હોલમાં બર્થ ડે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 100 જેટલા સ્ત્રી-પુરુષો હાજર છે અને દારૂની મહેફીલ ચાલી રહી છે. પોલીસ કર્મીએ ફોન મૂક્યો ને રેડ કરવા તૈયારીઓ કરી. અમે વાત કરી રહ્યા છીએ રાજકોટની સરાઝા હોટલમાં થયેલી દારુ પાર્ટીની. આ પાર્ટીમાં અંદરના માહોલ કેવો હતો? તેમજ પોલીસે કેવી રીતે શંકાસ્પદ ભૂમિકા નિભાવી? FIRમાં સરનેમને બદલે પટેલ લખીને માલેતુજાર લોકોને બચાવવા પ્રયાસો કર્યા? આ પાર્ટીમાં મોટાભાગના વગદાર પટેલો તથા ઠક્કર હતા. જેથી કોઈપણ ભોગે ભીનું સંકેલવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય એવું લાગી રહ્યું છે. તેમાં પણ મનીષ પટેલ(વરમોરા?) તો ધારાસભ્ય પ્રકાશ વરમોરાનો સંબંધી નીકળ્યો છે. પૈસાદારોના નામ આવવાથી કેટલાય નેતાઓ પણ પડદા પાછળ રહીને ભૂમિકા ભજવી રહ્યા છે. કોઈપણ હોટલમાં કે અન્ય જગ્યાએ જ્યારે આ પ્રકારની મહેફીલ ઝડપાઈ ત્યારે પોલીસે કઈ કઈ કાયદાકીય પ્રોસિઝર કરવાની હોય છે? આ અંગે જાણવા અમે એડવોકેટ અને જિલ્લા બાર એસોસિએશન પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજા સાથે વાતચીત કરી હતી. બાતમી મળ્યા બાદ પોલીસકર્મીએ હોટલથી 1 કિલો મીટર દૂર આવેલા તાલુકા પોલીસ સ્ટેશનથી મહિલા સ્ટાફને બોલાવ્યો અને પછી સીધા જ રેડ કરવા પહોંચ્યા. પોલીસ જ્યારે બીજા માળે આવેલા બેન્કવેટ હોલમાં પહોંચી ત્યારે અંદાજે 100 બાય 50 ફૂટના મોટા હોલમાં લાઇટ અને સ્ટેજ પર ડીજે સાથે સિંગર્સ પર્ફોર્મ કરી રહ્યા હતા. હોટેલની વચ્ચે U-આકારમાં 12 ટેબલ અને ખુરશીઓ ગોઠવવામાં આવ્યા હતા, જેની આસપાસ સ્ત્રી-પુરુષો બેઠા હતા. ટેબલ અને કાઉન્ટર પર દારૂની ખાલી તથા ભરેલી બોટલો અને ગ્લાસ મળી આવ્યા હતા. આ પોલીસ રેડ હોવાની જાણ થતાં જ ટેબલ ઉપર બેસેલા માણસોમાં ભાગાભાગી થવા લાગી. જેથી પોલીસે તમામને ‘જહાં હો વહી પર બૈઠે રહો’ની કડકાઈભરી સ્ટાઇલમાં સૂચના આપી. તમામ સ્ત્રી તથા પુરૂષો પોતાની જગ્યાએથી આડા અવળા થઈ જતા જેથી મહિલાઓને એક સાઇડ તથા પુરૂષોને બીજી સાઇડ ઉભા રાખી દીધા. ત્યાર બાદ પાર્ટીનું આયોજન કરનારની તપાસ કરતા એક શખ્સ સામે આવ્યો અને તેણે કહ્યું કે, મારું નામ ચિરાગ અરવિંદ પટેલ છે અને મારી ઉંમર 39 વર્ષ છે. ત્યાર બાદ પ્રોહીબિશનની કલમ 120 હેઠળ તેની સહી કરાવી લેવામાં આવી. ગોળ ટેબલની ફરતે ગોઠવેલી ખુરશીઓ ઉપર જોતા કેટલાક ટેબલ ઉપર કાચના ગ્લાસ દારૂ પીધેલા પણ ખાલી થઈ ગયેલા હતા. તેમજ ભારતીય બનાવટના વિદેશીદારૂની કેટલીક બોટલો ભરેલી તથા અધુરી પડેલી હતી. તેની સાથે કોલ્ડ્રીંક્સ તથા મોકટેલની બોટલો પણ પડી હતી. હિતેન્દ્રસિંહ ચૌહાણ અને હર્ષવર્ધનસિંહ ચૌહાણ દારુ ભરતા હતા
હિતેન્દ્રસિંહ ચૌહાણ અને હર્ષવર્ધનસિંહ ચૌહાણ દારુ તથા કોલ્ડ્રીંક્સ ભરી રહ્યા હતા. આ બન્નેમા મોઢામાંથી પણ દારૂની વાસ આવી રહી હતી. ત્યારબાદ કાઉન્ટરની બાજુમાં ઉભેલા શખ્સને નામ પૂછતા કહ્યું કે, મારું નામ મનપ્રીતસિંગ ધ્યાનસીંગ છે અને હું બેન્કેવેટ હોલનો મેનેજર છું. તેના મોઢામાંથી પણ દારૂની વાસ આવતી હતી. ત્યાર બાદ સ્ત્રી તથા પુરૂષોને અલગ અલગ બેસાડી વારાફરતી નામઠામની ખાતરી કરી હતી. જેમાં કૂલ-33 સ્ત્રીઓની મહિલા કર્મચારીઓએ પુછપરછ કરતા પોતે કોલ્ડ્રીંકસ તથા મોકટેલ પીધું હોવાના જવાબ આપ્યા હતા.તમામનું બ્રીધ એનાઇઝર મારફતે ચેકિંગ કર્યું પરંતુ રિઝલ્ટ નેગેટિવ આવ્યું. જેથી તેને મેડીકલ રિપોર્ટ માટે રાજકોટ સિવિલ મોકલી દેવાઈ હતી. આ કેસમાં પોલીસની કાર્યવાહી જોતા એવો સવાલ થાય કે, અમદાવાદ અને રાજકોટના કાયદા અલગ છે? ગત 4 ફેબ્રુઆરી, 2026ના રોજ સાણંદના ગોરજ ગામ પાસે આવેલા ‘સફલ નિર્વાણ ગ્રીન્સ’ ફાર્મહાઉસમાં મુંબઈના બિઝનેસમેને 25મી મેરેજ એનિવર્સરીની પાર્ટી આપી હતી. આ દારુ પાર્ટીમાં 43 પુરુષ અને 38 મહિલાઓ ઝડપાયા હતા. તેમજ પોલીસે 22 ફોર વ્હીલ સહિત 2.91 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે રાજકોટમાં કોઈની કાર જપ્ત કરવામાં આવી નથી. તેમજ હોટલ સીલ કેમ નથી કરવામાં આવી અથવા તો કેમ લાઇસન્સ સસ્પેન્ડ ન કરવું એવી નોટિસ પણ આપી નથી. વાંચો અમદાવાદમાં મુંબઈના બિઝનેસેમેને આપેલી પાર્ટીનો અહેવાલ રાજકોટ જિલ્લા બાર એસોસિએશનના પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું કે, કોઈથી ભુલ થઈ હોય કે સંગત ફેર થઈ હોય તો માફ કરી શકાય છે. દરેક સમાજનાં યુવાનો, યુવતીઓને દારૂ, ડ્રગ્સ વિગેરેના દુષણથી મુક્ત કરાવવા વ્યસન મુક્તિના પ્રયાસો કરીશું. શ્રી કૃષ્ણ ભગવાનની દ્વારિકામાં સૌ પ્રથમ દારૂબંધી હતી, વ્યસનોથી કોઇપણ સમાજનો સવૅનાશ થાય છે. કોઈથી ભુલ થયેલ હોય કે સંગત ફેર થયેલ હોય તો માફ કરી શકાય છે. દરેક સમાજનાં યુવાનો, યુવતીઓને દારૂ, ડ્રગ્સ વિગેરેના દુષણથી મુક્ત કરાવવા વ્યસન મુક્તિના પ્રયાસો કરીશું. કોઈની આબરૂ ઉપર હાથ મારવાની નાકામી કોશિષ ના કરવી જોઈએ: શંકરસિંહ
આ અંગે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, મેં જે દ્રશ્યો જોયા એમાં જુવાન દીકરા-દીકરીઓ મોઢા ઉપર ઢાંકી દે, પાલવ ઢાંકી દે. હું ગુજરાત સરકારને પૂછવા માંગુ છું કે તમે આ જુવાન જવાનીને શાના માટે બરબાદ કરી રહ્યા છો? જે આખી જિંદગી એના ઉપર દાગ રહેવાનો કે આ દારૂની પાર્ટીમાં પકડાયેલા લોકો છે. હું સરકારને કહીશ કે તમે મહેરબાની કરીને આ નીતિનો ત્યાગ કરી દો, આ ખોટી નીતિ છે જે અમલમાં આવવાની પૂરી શક્યતા નથી. કોઈકની આબરૂ ઉપર હાથ મારવાની આવી નાકામી કોશિષ ના કરવી જોઈએ. પોતાના ફોટા જોઈને એ લોકોને કેવું થાય કે શા માટે મોઢા સંતાડવા પડે છે. આ કોઈ ખૂનનો કેસ છે? બહુ મોટી લૂંટફાટનો કેસ છે? ખૂનના કેસ વાળાનું તો ભાજપ વાળા ફોટા પડાવીને સન્માન કરે છે. તો પોલીસ ખાતું પણ મર્યાદા રાખે. મહેરબાની કરીને આમાં જે થતું હોય એ કરે પણ એમના ફોટા છાપવા, એમને બધું મીડિયામાં બતાવવું કરવું, આ આ સારું નહીં.
મોરબીના ડેકોરા ગ્રુપના ચિરાગ પટેલનો આગામી 12 નવેમ્બરે બર્થ-ડે હોવાથી એડવાન્સમાં પાર્ટી આપી હતી. આ પાર્ટીમાં 43 પુરુષો અને 33 મહિલાઓ ઉપસ્થિત હતી. કુલ 76 જેટલા લોકોમાંથી 30 જેટલા કપલ હતા. જેમાં 38 લોકો સામે આ કેસના તમામ આરોપીઓ સામે પ્રોહીબિશન એકટ કલમ 66(1)બી, 6565એએ, 75(એ), 83, 86, 116116બી મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. મનીષ પટેલ ધારાસભ્ય પ્રકાશ વરમોરાનો સંબંધી? આ મામલે મનીષ વલ્લભભાઈ પટેલની પણ ધરપકડ કરવામાં આવી છે. જે ધ્રાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશ વરમોરાના સંબંધી હોવાની વાતો વહેતી થતાં દિવ્ય ભાસ્કરે પ્રકાશ વરમોરા સાથે વાત કરી હતી. જેમાં તેમણે હસીને જવાબ આપ્યો કે, સવારથી મારા પર ફોન આવી રહ્યાં છે અને દરેકને જવાબ આપવો એના કરતાં એક વિડિયો રેકોર્ડ કરીને મોકલાવું છું, એમ કહીને પ્રકાશ વરમોરાએ ફોન કટ કર્યો અને ત્યારબાદ મોબાઇલ સ્વીચ ઓફ કરી દીધો હતો.(વાંચો સંપૂર્ણ અહેવાલ) મધરાત, મદિરા ને મહિલાઓ, ડેકોરા ગ્રુપના માલિકની બર્થ ડે પાર્ટી ડેકોરા ગ્રુપના ચિરાગ પટેલનો આગામી 12 નવેમ્બરે બર્થ-ડે હોવાથી એડવાન્સમાં પાર્ટી આપી હતી. આ પાર્ટીમાં 43 પુરુષો અને 33 મહિલાઓ ઉપસ્થિત હતી. કુલ 76 જેટલા લોકોમાંથી 30 જેટલા કપલ હતા. તમામ મહિલાઓને મેડિકલ તપાસ માટે સિવિલ હોસ્પિટલ લઈ જતા સમયે મોઢા છુપાવવા ટેબલ-ખુરશીના કવર મોઢા પર બાંધી દીધા હતા. હેટેલ પર મોંધી કારોની લાઈન જોવા મળી હતી. આ પાર્ટીને લઈ પોલીસે 92 થી વધુ વ્યક્તિના બ્લડ સેમ્પલ કલેક્ટ કરાવ્યા છે.(વાંચો સંપૂર્ણ અહેવાલ)
રાજકોટની સરાઝા હોટેલમાં થયેલી દારુ પાર્ટીનો અંદરનો માહોલ કેવો હતો?:FIRમાં સરનેમ કેમ બદલાઈ? ગાડીઓ કેમ જપ્ત ન કરી?, ભાસ્કરના 7 સવાલ, એડવોકેટે કહ્યું-હોટલ સીલ થઈ શકે
📅 Published: November 1, 2026 |
📂 Category: gujarati-news
