Vadodara: શહેરમાં દિવાળીની ખરીદીમાં મિશ્ર માહોલ, ઈ-કોમર્સ સામે વેપારીઓની અગ્નિપરીક્ષા

📅 Published: November 1, 2026 | 📂 Category: Baroda

શહેરમાં દિવાળી ટાંણે ઠેર-ઠેર રોશની સાથે બજારો લોકોની ભીડથી છલકાઈ રહ્યાં છે, પરંતુ આ ઝગમગાટ પાછળ વેપારી આલમમાં એક તરફ્ ચિંતા અને બીજી તરફ્ આશાવાદનું મિશ્ર વાતાવરણ જોવા મળી રહ્યું છે. દિવાળીમાં એક તરફ્, ઈ-કોમર્સ અને જાયન્ટ સ્ટોર્સે છૂટક વેપારની કમર તોડી નાખી હોવાથી તહેવારના દિવસોમાં ઘરાકી અડધી થઈ ગઈ હોવાની વેપારીઓની ફરિયાદ છે. બીજી તરફ્, સોનાના ભાવમાં ઘટાડા તથા નોકરિયાત વર્ગના હાથમાં પગાર-બોનસ આવવાને પગલે ગતવર્ષની સરખામણીમાં આ વર્ષની દિવાળીમાં રિટેલ માર્કેટમાં 20થી 25 ટકાના ગ્રોથ સાથે કુલ વેપાર રૂા.3,000થી રૂા.3,500 કરોડને આંબી જવાની વેપારી એસો.ની ગણતરી છે. વડોદરા વેપાર વિકાસ એસોસિયેશન સાથે વડોદરાના વિવિધ 79 એસોસિયેશનો જોડાયેલા છે. જેમાં વિવિધ વેપાર સાથે સંકળાયેલા નાના-મોટા 35,000 જેટલા વેપારીઓનો સમાવેશ થાય છે. બજારમાં વિવિધ વેપાર કરતો દરેક વેપારી દિવાળી વધારાના સ્ટોક માટે વધુ રોકાણ કરે છે. જેની સામે તે વેપારીને વધુ નફાની ગણતરી હોય છે. એક અંદાજ મુજબ નાના વેપારીઓ તહેવારમાં સરેરાશ અંદાજે રૂા.3થી 5 લાખનું રોકાણ કરે છે. જ્યારે ઇલેક્ટ્રોનિક્સ, જ્વેર્લ્સ અને મીઠાઈ સહિતનો વેપાર કરતા વેપારીઓનું દિવાળીમાં મોટું રોકાણ હોય છે. શહેરમાં દિવાળી પૂરતા વધારાના સ્ટોક પર વેપારીઓનું રોકાણ લગભગ રૂા.175થી રૂા200 કરોડનું થયું હોવાનો વેપારી એસો.નો અંદાજ છે. તગડા રોકાણ સામે વેપાર પૂરતો ન થાય તો નાના વેપારીઓ માટે સ્ટોક કાઢવાની અને સ્ટાફ્ને બોનસ-પગાર ચૂકવવાની ચિંતા વધી જાય છે. શહેરમાં દિવાળીના સપ્તાહ પહેલાં ચાર દરવાજા સહિત વિસ્તારના બજારોમાં ગ્રાહકોની ભીડ જોવા મળી રહી છે. બજારમાં ગ્રાહક વર્ગનું મોટું વિભાજન પણ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. અપર મિડલ ક્લાસ પેઢી ઓનલાઇન તરફ્ વળી ગઈ છે, પરંતુ મધ્યમ અને સામાન્ય વર્ગ આજે પણ વસ્તુને સ્પર્શીને, જોઈ-તપાસીને ખરીદવાના આગ્રહ સાથે મંગળબજાર, માંડવી, રાવપુરા અને ન્યાયમંદિર જેવા વિસ્તારોમાં ઉમટી રહ્યો છે. બીજી તરફ, આજના આધુનિક યુગમાં આંગળીના ટેવરે ધમધમતા ઈ-કોમર્સના ધંધાને કારણે ખાસ કરીને નાના વેપારીઓની દિવાળીની ઘરાકીને ગ્રહણ લગાવ્યું છે. ઉલ્લેખનિય છે કે, હવે આજે રવિવાર પછી બજારમાં છૂટી થનારી બોનસની રોકડ સ્થાનિક વેપારને કેટલી ગતિ આપે છે ? તેના પર તમામ વેપારીઓની મીટ મંડાયેલી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *