Vadodara : કરાલી ગામે મગરના હુમલામાં ઇજાગ્રસ્ત આધેડનું મોત નીપજ્યું

📅 Published: November 2, 2026 | 📂 Category: Baroda

ડભોઇ તાલુકાના કરાલી ગામે દેવ નદી કિનારે બકરા ચરાવવા ગયેલા સ્થાનિક આધેડ પશુપાલક પર મગરે અચાનક હુમલો કર્યો હતો. ગંભીર ઇજાગ્રસ્ત આધેડનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન કરૂણ મોત નીપજતાં પંથકમાં શોક અને ભયનો માહોલ છવાયો હતો. મળતી વિગતો અનુસાર, કરાલી ગામે રહેતા સોમાભાઈ મેલાભાઈ વસાવા દરરોજની જેમ પોતાના પશુ અને બકરા ચરાવવા માટે ગામ નજીકની દેવ નદી કિનારે ગયા હતા. ત્યારે અચાનક નદીના પાણીમાંથી મગરે તેમના પર જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં સોમાભાઈ ગંભીર રીતે ઘાયલ થતાં તેમના બચાવ માટે આસપાસના લોકો દોડી આવ્યા હતા. મહામહેનતે તેમને મગરના ચુંગાલમાંથી છોડાવ્યા હતા. ?લોહીલુહાણ હાલતમાં સોમાભાઈને તાત્કાલિક સારવાર અર્થે ડભોઇ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જોકે, તેમની હાલત અત્યંત નાજુક હોવાથી પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે રિફર કરાયા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ તેમણે દમ તોડયો હતો. હોસ્પિટલ પ્રશાસન અને પોલીસ દ્વારા મૃતકના પંચનામા સહિત પોસ્ટમોર્ટમ (પીએમ)ની કાર્યવાહી હાથ ધરાઇ છે. કરાલી ગામ તેમજ આસપાસના વિસ્તારમાં દેવ નદી કિનારે મગરોના સતત વધતા ઉપદ્રવ અને આ જીવલેણ હુમલાની ઘટનાને પગલે સ્થાનિક પશુપાલકો, ખેડૂતો અને ગ્રામજનોમાં ભારે ફ્ફ્ડાટ ફેલાયો છે. ગ્રામજનો દ્વારા વન વિભાગ તાત્કાલિક આ વિસ્તારમાં પાંજરું મૂકી નરભક્ષી મગરને ઝડપી પાડે તેવી ઉગ્ર માંગ ઉઠી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *