ફેસ્ટિવલમાં ગ્લેમરસ લુક આપતી સાડી

📅 Published: November 2, 2026 | 📂 Category: Nari

ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં સાડી હંમેશા મોખરે રહી છે. જ્યારે પણ દિવાળી, નવરાત્રી, દુર્ગા પૂજા કે અન્ય કોઈ મોટો તહેવાર આવે છે, ત્યારે બોલિવૂડની અદાકારાઓ પરંપરાગત લુક અપનાવવાનું ક્યારેય ચૂકતી નથી. તહેવારોની મોસમમાં તેમનો સાડી પ્રત્યેનો પ્રેમ સ્પષ્ટપણે જોવા મળે છે, જે ચાહકો માટે પણ આકર્ષણનું કેન્દ્ર બને છે. તહેવારોમાં અભિનેત્રીઓ સિલ્ક, કાંજીવરમ, બાંધણી કે જ્યોર્જેટ જેવી સુંદર અને આકર્ષક સાડીઓ પહેરીને સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો શેર કરતી હોય છે. આ પરંપરાગત વસ્ત્રમાં તેમનો દેખાવ એટલો ભવ્ય અને ગ્રેસફુલ લાગે છે કે તે નવી ફેશન ટ્રેન્ડ બની જાય છે. આલિયા ભટ્ટથી માંડીને શિલ્પા શેટ્ટી, શ્રદ્ધા કપૂર જેવી અભિનેત્રીઓ સાડીમાં ક્લીક થઇ હતી. 

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *