પાટણની શ્રીમતી કે.કે. ગર્લ્સ હાઈસ્કૂલની 585 વિદ્યાર્થિનીઓને દિવાળી નિમિત્તે સ્કૂલ ડ્રેસ, શૂઝ અને મોજાં આપવામાં આવ્યાં હતાં. પાટણના રૂપસાગર શો-રૂમ પરિવારનાં કાશ્મીરાબેન મોદી, મુકેશભાઈ મોદી, ડો. વિશાલ મોદી, ડો. રોશની મોદી, ડો. મિલન મોદી અને ડો. ધ્રુવી મોદીએ સેવાભાવી અગ્રણી નટુભાઈ દરજીના સહયોગથી ડ્રેસનું વિતરણ કર્યું હતું. ડો. મીનાબેન ઓઝા પારેખ અને ડો. પરીન્દા પરીખે પરિવારના સભ્યો ડો. સૌરીન પરીખ અને ડો. ક્ષમા પરીખ સાથે મળીને વિદ્યાર્થિનીઓને શૂઝ અને મોજાં આપ્યાં હતાં. શાળાના નિવૃત્ત સંગીત શિક્ષક કમલેશ સ્વામી કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. કમલાબેન જેઠવાણી અને નમ્રતા ઠક્કરે કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. શાળાના આચાર્ય ડો. દિનેશભાઈ પ્રજાપતિ સહિત શિક્ષકોએ કાર્યક્રમ માટે મહેનત કરી હતી. તેમણે દાતા પરિવારનો આભાર માન્યો હતો.
પાટણની 585 વિદ્યાર્થિનીઓને ડ્રેસ અને શૂઝ મળ્યાં:દિવાળી નિમિત્તે કે.કે. ગર્લ્સ હાઈસ્કૂલમાં દાતાઓએ ડ્રેસ, શૂઝ અને મોજાનું વિતરણ કર્યું
📅 Published: November 3, 2026 |
📂 Category: gujarati-news
