બોટાદમાં ફટાકડાના વેપારીઓ સહિત નાના વેપારીઓને તંત્ર હેરાન કરતું હોવાની ફરિયાદો સામે આવી છે. આ અંગે ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાએ જિલ્લા કલેક્ટર સાથે ફોન પર વાત કરી હતી. તેમણે વેપારીઓને બિનજરૂરી હેરાન ન કરવા સૂચના આપી હતી. મકવાણાએ કહ્યું કે ફટાકડાના વેપારીઓ અને લારી-ગલ્લા ચલાવતા લોકો સહિત તમામ નાના વેપારીઓ નિયમોનું પાલન કરીને શાંતિથી ધંધો કરી શકે, તે સુનિશ્ચિત કરવું જોઈએ. તેમણે જણાવ્યું કે તહેવારોમાં નાના વેપારીઓ પરિવારનું ગુજરાન ચલાવવા ધંધો કરે છે. તેથી તેમને બિનજરૂરી હેરાન ન કરવામાં આવે અને ધંધા માટે યોગ્ય વાતાવરણ મળે તે જરૂરી છે. નાના વેપારીઓના હિતોનું રક્ષણ થાય અને તેઓ નિયમોનું પાલન કરીને નિર્ભયતાથી ધંધો કરી શકે તે માટે મકવાણાએ તંત્રને યોગ્ય કાર્યવાહી કરવા સૂચના આપી હતી.
ધારાસભ્ય ઉમેશ મકવાણાએ વેપારીઓને હેરાન ન કરવા કહ્યું:કલેક્ટરને ફોન કરી ફટાકડાના વેપારીઓ-નાના ધંધાર્થીઓને નિયમ મુજબ ધંધો કરવા દેવા સૂચના આપી
📅 Published: November 3, 2026 |
📂 Category: gujarati-news
