સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના પેઢમાલા ગામે બ્રહ્મસમાજના આધુનિક ભોજનાલયના મકાનનું ખાતમુહૂર્ત થયું. જ્યોતિષ્પીઠાધીશ્વર જગદ્ગુરુ શંકરાચાર્ય 1008 સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજીએ વિધિ કરી હતી. આ પ્રસંગે ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજના ભાઈઓ, બહેનો અને યુવાનો સહિત મોટી સંખ્યામાં સમાજના લોકો તથા ગ્રામજનો હાજર રહ્યા હતા. સ્વામીના દર્શન અને આશીર્વચન સાંભળવા લોકો એકઠા થયા હતા. બ્રહ્મસમાજ અને ગ્રામજનોએ સ્વામીનું સ્વાગત કર્યું હતું. સ્વામીએ ભોજનાલયનો વહીવટ સારી રીતે ચાલે અને માં અન્નપૂર્ણાની કૃપા સમાજ પર બની રહે તેવા આશીર્વાદ આપ્યા હતા. હાજર સમાજજનોએ કહ્યું કે આધુનિક ભોજનાલયના નિર્માણથી બ્રહ્મસમાજના સામાજિક અને સેવાકીય કામોને વેગ મળશે.
પેઢમાલામાં બ્રહ્મસમાજના ભોજનાલયનું ખાતમુહૂર્ત થયું:શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજીના હસ્તે વિધિ કરાઈ; મોટી સંખ્યામાં સમાજના લોકો અને ગ્રામજનો હાજર રહ્યા
📅 Published: November 3, 2026 |
📂 Category: gujarati-news
