Shivpuri: શ્રીકૃષ્ણ પર ટિપ્પણી બાદ ધીરેન્દ્ર શાસ્ત્રીએ 2 વાર માફી માંગી, કહ્યું- ભાવમાં બોલી ગયા હતા

📅 Published: November 3, 2026 | 📂 Category: India National

બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ ભગવાન શ્રીકૃષ્ણ અને ભગવાન શ્રીરામ વિશે આપેલા નિવેદન પર ખુલાસો કરીને જાહેરમાં માફી માંગી છે. તેમણે જણાવ્યું કે તેઓ પોતે શ્રીકૃષ્ણના ભક્ત છે અને કોઈની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડવાનો હેતુ નહોતો. પોતાના શબ્દોનો ખોટો અર્થ કઢાયો હોવાનું કહી તેમણે હાથ જોડીને માફી માંગી છે.

ભગવાન રામ અને ભગવાન શ્રીકૃષ્ણ વચ્ચે કોઈ ભેદભાવ ઊભો કરવા માગતા નહોતા

બાબા બાગેશ્વરે પોતાના નિવેદન અંગે ઊંડાણપૂર્વક વિગતો આપતાં જણાવ્યું હતું કે તેઓ ભગવાન રામ અને ભગવાન શ્રીકૃષ્ણ વચ્ચે કોઈ ભેદભાવ ઊભો કરવા માગતા નહોતા. તેમણે કહ્યું કે જેમ સખીઓ શ્રીરામને ફરિયાદ અને પ્રેમભરી ઉલાહના આપે છે, ગોપીઓ ઠાકુર કન્હૈયાલાલજીને મીઠો ઠપકો આપે છે, તેમજ બિંદુજી મહારાજ અને બ્રજના સંત કોકિલ સાંઈજી શ્રી રઘુનાથજીને પ્રેમપૂર્વક ઉલાહના આપતા હતા, તે જ ભાવમાં તેમણે એક પ્રચલિત સંતના પદની વ્યાખ્યા કરી હતી. એ પદમાં કહેવાયું હતું કે બંસી વગાડવી એ તો માત્ર રમત છે, પરંતુ ધનુષ ઉપાડવું એ રમતની વાત નથી. 

અડધો વિડીયો જોઈને તેમને તાત્કાલિક કૃષ્ણ વિરોધી જાહેર કરી દીધા

આ જ ભાવને સમજાવતી વખતે લોકોએ પૂરો વિડીયો જોયા વિના અડધો વિડીયો જોઈને તેમને તાત્કાલિક કૃષ્ણ વિરોધી જાહેર કરી દીધા હતા. તેમણે સ્પષ્ટ કર્યું કે તેઓ કૃષ્ણ વિરોધી નથી, કારણ કે ખુદ તેમના નામમાં કૃષ્ણ જોડાયેલું છે અને તેમનું સમગ્ર જીવન તેમના કારણે જ છે. તેઓ પોતે હંમેશાં શ્રીકષ્ણ જન્મભૂમિ માટે સતત અવાજ ઉઠાવતા રહ્યા છે. રામ અને કૃષ્ણ બંને એક જ છે, તેમાં કોઈ તફાવત નથી, તેથી સમાજ કે ભગવાનને વહેંચવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી.

ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ બે વખત નમ્રતાપૂર્વક ક્ષમા માંગી

આ વિવાદ સર્જાયા પછી ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ બે વખત નમ્રતાપૂર્વક ક્ષમા માંગી હતી. તેમણે પહેલાં એક વિડીયો સંદેશ જાહેર કરીને પોતાના નિવેદન બાબતે માફી માંગી હતી અને ત્યારબાદ જ્યારે તેઓ કથા કરવા માટે વ્યાસ ગાદી પર બિરાજમાન થયા ત્યારે લાખો ભાવિકો સમક્ષ પુનઃ માફી માંગી હતી. 

તેઓ ભાવ અને જોશમાં આવીને ઘણીવાર કંઈક બોલી જતા હોય છે

તેમણે સ્વીકાર્યું હતું કે તેઓ ભાવ અને જોશમાં આવીને ઘણીવાર કંઈક બોલી જતા હોય છે, પરંતુ તેમનો આશય ક્યારેય કોઈનો વિરોધ કરવાનો હોતો નથી. તેમણે માત્ર એટલું કહ્યું હતું કે ઠાકુરજી ચંચળ અને ટેઢા છે જ્યારે રામજી સાવ સીધા છે, આ સાંભળીને કેટલાક લોકો તેમને વિરોધી ગણાવવા લાગ્યા હતા. 

બાબા બાગેશ્વરનો વિરોધ કરવાનો નવો ટ્રેન્ડ 

આ સાથે જ તેમણે વિરોધીઓ પર પણ આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે ભારતમાં સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે બાબા બાગેશ્વરનો વિરોધ કરવાનો નવો ટ્રેન્ડ શરૂ થયો છે. વિરોધીઓ સહેજ પણ તક મળતાં જ નવી કન્ટ્રોવર્સી ઊભી કરવા લાગે છે. તેમણે લોકોને વિનંતી કરી હતી કે વાતનું વતેસર કરી અર્થનો અનર્થ ન કરવો જોઈએ. 

આ પણ વાંચો :   Shivpuri: શ્રીકૃષ્ણના સ્વરૂપ પર ટિપ્પણી બદલ ધીરેન્દ્ર શાસ્ત્રીને કાનૂની નોટિસ, 15 દિવસમાં માફીની માંગ

                                                   


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *